Gondal-Rajkot ગોંડલ દાઉદી બોહરા સમાજ દ્વારા હિઝ હોલિનેસ સૈયદના આલી કદર મૌલા મુફદલ સૈફુદીન સાહેબ ની 78 મી મિલાદ મુબારક ની શાનદાર ઉજવણી કરવામાં આવી:સમાજના વિવિધ સેવાકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.

સમગ્ર વિશ્વ માં વસતા અને શાલીનતા,સરળતા,શાંતિપ્રિય અને સર્વ ધર્મ સન્માન ની ઉચ્ચ ભાવના જેવા સદ્દગુણો ધરાવતી દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ વડા હિઝ હોલિનેસ સૈયદના આલી કદર મૌલા મુફદલ સૈફુદીન સાહેબ ( ત.ઉ.સ. ) ની 78 મી મિલાદ મુબારક જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી ગોંડલ ના દાઉદી બોહરા સમાજ અને અંજુમન-એ-હકિમી કમિટી ગોંડલ દ્વારા ગોંડલ ના વિશાલ ટાઉનહોલમાં કરવામાં આવતા ગોંડલ શહેર ના તમામ સમાજ ના શ્રેષ્ઠીઓ,સેવાકાર્યો કરતા આગેવાનશ્રીઓ અને વિવિધ રાજકીય હોદેદારો ની વિશાળ હાજરીમાં ઉજવણી કરવામાં આવતા ગોંડલ ના સાંસદ શ્રી રમેશભાઈ ઘડુક ના પુત્ર સાગરભાઈ ઘડુક,ગોંડલ યાર્ડ ના ગોપાલભાઈ શીંગાળા,કનકસિંહ જાડેજા,અશોકભાઈ પીપળીયા,રાજેન્દ્રસિંહ જાડેજા,વડવાળી જગ્યાના મહંતશ્રી,ચંદુબાપુ ટીફીનસેવા,સ્વામીમંદિર. નાનીબીજાર ના સંતશ્રી,એસ.પી.ભંડેરી અગ્રણી વકીલ,અનિલભાઈ માધડ, ઓમદેવસિંહ જાડેજા, યાતિષભાઇ દેસાઈ,કિશોરભાઈ ધડુક પત્રકાર,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,કિશોરભાઈ ઉનડકટ રામ હોસ્પિટલ,રીનાબેન ભોજાણી જીલ્લા ભાજપ મહિલા અગ્રણી,રોટરી કલબના જીતુભાઇ,તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા.


ગોંડલ દાઉદી બોહરા સમાજ દ્વારા ગોંડલ માં વર્ષોથી વિવિધ ક્ષેત્રે સેવા કરતા ગોપાલભાઈ ટોળીયા,રામ હોસ્પિટલ,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,ટીફીનસેવા ચલાવતા ચંદુબાપુ નું વિશિષ્ટ સેવા સન્માન શિલ્ડ આપી તેમની સેવાઓને બીરદાવવામાં આવેલ..ગોંડલ દાઉદી બોહરા સમાજના તમામ ભાઇઓ,બહેનો અને યુવાનોએ વિશાલ સંખ્યામાં હાજરી આપી હતી.સમાજના વરિષ્ઠ વડીલોના માર્ગદર્શન હેઠળ પ્રથમ વખત દાઉદી બહોરા સમાજ દ્વારા આયોજીત મિલાદ મુબારક કાર્યક્રમ ને ભવ્ય સફળ બનાવવામાં સમાજ ના સક્રિય કાર્યકરો,પ્રકાશભાઈ ઠકરાર નિવૃત ફૌજી,નલિનભાઈ સોની,મોઇઝભાઈ સદીકોટ,અબેદીનભાઈ હિરાણી, અબ્બાસભાઈ સદીકોટ, જૂજરભાઈ લોટિયા,ઇમરાનભાઈ ભારમલ, નુરુદિનભાઈ કપાસી,યુસુફભાઈ ભારમલ તેમજ સમાજની વિવિધ કમિટી ના યુવા કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી..
કાર્યક્રમ નું સમાપન રાષ્ટ્રગીત ને સલામી આપી કરવામાં આવેલ,સમગ્ર કાર્યક્રમ દરમ્યાન અમરેલી દાઉદી બહોરા સમાજ ના બેન્ડ સ્કોડ ના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવેલ હતી…

error: Content is protected !!