Dhoraji-Rajkot ધોરાજી નગરપાલિકાના સતાધારી કોંગ્રેસ પાર્ટીના સુધરાઇ સભ્ય સહિત વોડ નંબર 2 અને વોર્ડ નં 3 ના નગરજનોએ ડેપ્યુટી કલેક્ટરને નગરપાલિકાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ધોરાજી નગરપાલિકા ભુગર્ભ ગટ્રની સફાઈ તેમજ લાઈટની સુવિધાઓ ઉપલબ્ધ ન હોવા છતા વેરા જનતા ઉપર લાદી દેવામાં આવેલ છે તે હાલ પૂરતા મોકુફ રાખી ભષ્ટાચાર બાબતે તપાસકરાવવા કોંગ્રેસ ના સુધરાઈ સભ્યો વોડ નંબર 2 વોડનંબર 3 ના લતાવાસીઓ એ આવેદન પત્રમાં માગણી કરી ધોરાજી નગરપાલિકા ની વધુ માં વોર્ડ નંબર બે અને વોર્ડ નં ત્રણ ના બહારપુરા વિસ્તારના કોંગ્રેસના સત્તાધારી પાર્ટી ના સુધરાઇ સભ્ય સહિત લતાવાસીઓએ નગરપાલિકાની વિરુદ્ધમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી ધોરાજી સત્તાધારી પાર્ટી કોંગ્રેસના વોર્ડ નંબર 2 ના સુધરાઈ સભ્ય હનીફમિયાબાપુ સૈયદ તેમજ વોર્ડ નં 3 ના સુધરાઈ સભ્ય રફીકબાપુ સૈયદ કેરમવાલા વિગેરે વોર્ડ નંબર બે અને ત્રણ ના લતાવાસીઓ એ ધોરાજીના ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકામાં હાલમાં તમામ વિષયો સંબંધે તંત્ર ખાડે ગયેલ છે.

નગરપાલિકામાં ભુગર્ભ ગટર સંબંધે સફાઈ થતી થતી નથી અનેક જગ્યાએ ઢાંકણા તુટ્ટી ગયેલ છે રાહદારીઓને અકસ્માત થવાની પુરેપુરો ખતરો છે. તેમજ સફાઈતેમજ લાઈટ સંબંધી સમસ્યાઓથી ધોરાજીની જનતા પરેશાન છે હાલમાં તહેવારો આવે છે ત્યારે જનતા રોગચાળામાં ધકેલાઈ ગઈ છે
દવાનો છંટકાવ કરવામાં આવતો નથી મચ્છર જન્ય રોગચાળામાં ઉછાળો જોવામાં તંત્રની બેદરકારીને કારણે ધોરાજી શહેરની જનતા પરેશાન છે. ધોરાજી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતની ફરિયાદ કરી હતી.સફાઈ બાબતે ધોરાજી વિસ્તારમાં સફાઈ યોગ્ય રીતે થતી નથી નગરપાલિકા હદમાં ઘણા વિસ્તારો સફાઈથી વંચિત રહેલા છે.નિયમિત ખાતર ઉપડતું નથી તેમજ લાઈટ બાબતે તહેવારો ઉપર પણ લોકોને અંધારપટ નો સામનો કરવો પડે છે પ્રજા ઉપર મોટો વેરો લાદી દેવામાં આવેલ છે પરંતુ સુવિધા આપવામાં નથી આ તમામ બાબતે યોગ્ય તપાસ કરાવી ધોરાજીની જનતાને સુખરૂપ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા શારદારો તેમજ ભ્રષ્ટાચારમાં ગળાડુબ નગરપાલિકાના તંત્રને પાઠ ભણાવવા સત્તાધારી કોંગ્રેસના સુધરાઈ સભ્યો તેમજ નગરજનોએ ડેપ્યુટી કલેક્ટર સમક્ષ આવેદનપત્ર પાઠવી માગણી કરી હતી.

રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!