Jetpur-Rajkot ધમ્મચક્ર પ્રવર્તન દિનની કરવામાં આવી ઉજવણી.

14 ઓક્ટોબર 1956 ના રોજ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Dr. B.R. Ambedkar) દ્વારા પોતાના લાખો અનુયાયીઓ સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના નાગપુર (Nagpur)માં બૌદ્ધ (Buddhism) ધર્મની દીક્ષા (Diksha) લીધી હતી.13 ઓક્ટોબર 1935 ના રોજ બાબાસાહેબ આંબેડકરે યેવલા પરિષદમાં હિન્દૂ ધર્મ ત્યાગવાની ઘોષણા કરી હતી બાબાસાહેબ આંબેડકર દ્વારા વિશ્વના તમામ ધર્મના અભ્યાસ બાદ ભારતીય મૂળધર્મ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી

Rajkot: જિલ્લાના જેતપુરમાં આજે પહેલીવાર ધમ્મચક્ર પ્રવર્તન દિનની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તેમજ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ હાજર રહ્યા હતા. તેમજ ત્રિશરણ પંચશીલ સાથે બુદ્ધ વંદના કરીને ધમ્મચક્ર પ્રવર્તન દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમગ્ર ભારતવાસીઓને ધમ્મચક્ર પ્રવર્તન દિનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકાના કાર્યકર્તાઓ તરુણ પારઘી, સંજય સોલંકી, પ્રકાશ બગડા, અમૃત સિંગલ, પ્રકાશ પરમાર, પ્રકાશ રાઠોડ, સંજય જાદવ, રાહુલ વેગડા અને દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!