Dhoraji-Rajkot ધોરાજીના રામપરાનાં છાત્રોને શાળાએ જવા ગોઠણ ડુબ કોઝવે પાર કરવો ફરજીયાત.

ધોરાજીમાં ગરબી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જીવનું જોખમ ખેડી રહ્યા છે જે કોઝવે પાણી મા ગરકાવ થઈ ગયેલ છે તેની ઉપરથી અભ્યાસ માટે કોઝવે ઉપરથી પસાર થઈને શિક્ષણ મેળવે છે. રાજકોટ જીલ્લા ના ધોરાજી મા એક વિસ્તાર એવો પણ છે જ્યા વિદ્યાર્થી ઓ ને અભ્યાસ માટે જીવ ના જોખમે અભ્યાસ કરવો પડી રહ્યો છે બે વિસ્તાર ને જોડતો મુખ્ય માર્ગ એટલે કે કોઝવે હાલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય જેથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તાર મા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ખેડવી રહયા છે જીવ નુ જોખમ જે નદી ઉપર કોઝવે બનાવેલ છે એજ પાણીમાં થયેલ છે ગરકાવ અને આજ નદી મા મગર સાપ તથા અન્ય જીવો રહે છે તે જ કોઝવે પર થી નિકળી રહયા છે 40 થી 50 વિદ્યાર્થીઓ ધોરાજીના રામપરા વિસ્તાર અને ચાંપાધાર વિસ્તાર ને જોડતો આ કોઝવે છે અને રામપરા વિસ્તાર થી ચાંપાધાર પ્રાથમિક શાળા એ જવા માટે રામપરા અને ચાંપાધાર વચ્ચે આવેલ નદીનો કોઝવેનો ઉપયોગ રામપરા વિસ્તારના અંદાજીત 40 થી 50 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જીવના ના જોખમે રોજેરોજ જાય છે આ નદી આવેલ છે જેમા મગર નાગ અને અન્ય જીવો અહી નદી ઘણીવાર દેખાયા છે જેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અભ્યાસ અર્થે આજ કોઝવેનો સહારો લેવો પડે છે

અને પોતાના કપડા પાણીની પલળી જાય છે અને શાળાએ પલળેલા કપડા પહેરી ને શિક્ષણ લેવુ પડે છે અને જો વધુ વરસાદ થયો ત્યારે શાળા એથી પોતાના ઘરે વિદ્યાર્થીઓને જવુ હોય ત્યારે ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવે છે ગરીબ વર્ગ ના બાળકો શિક્ષણ લેવા માટે પ્રાઈવેટ સ્કુલની ફી દેવા માટે સક્ષમ ન હોય જેથી સરકારી શાળાઓનો સહારો લેવો પડે છે અને શિક્ષણ લેવા માટે ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ લેવા માટે જીવ નુ જોખમ પણ લેવાનો વારો આવ્યો છે જેથી શાળા ના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓની માંગ છે કે જે આ બેઠો કોઝવે એટલે કે પુલ છે તે ઉચ્ચો બનાવાય જેથી ગરીબ વિદ્યાર્થીઓ એ જીવનું જોખમ ન ખેડવવુ પડે અને પોતાનુ શિક્ષણ તકલીફ વિના મેળવી શકાય તેવી જવાબદાર તંત્ર પાસે રજુઆત કરી રહ્યા છે

રીપોર્ટર :-સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!