Jetpur-Rajkot જેતપુર તાલુકાના તલાટી મંત્રીઓની હડતાળ: તાલુકાના તમામ તલાટીઓ આજે માસ સીએલ પર પડતર માંગોને લઈને વિરોધ,

રાજ્યભરમાં તલાટીઓનો વિરોધ યથાવત્ છે. પડતર માગો પૂર્ણ કરવાની માંગ સાથે આજે તાલુકાના તમામ ગ્રામપંચાયતોમાં કામગીરી ઠપ થઈ છે.ત્યારે તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓ આજે એક સાથે માસ સીએલ પર ઉતરયા છે અને બેંનરો સાથે તાલુકા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન કર્યો હતો તલાટીઓના વિરોધથી વરસાદી તારાજી વચ્ચે સરવેની કામગીરી પણ ખોરવાઈ છે.

પડતર પ્રશ્નોના ઉકેલ માટે તલાટીઓ લાંબા સમયથી વિરોધ પ્રદર્શન અને હડતાળનું હથિયાર અપનાવી લડત આપી રહ્યાં છે. ગત સોમવારે તલાટીઓ પંચાયતમાં હાજર રહી કામગીરીથી અળગા રહ્યા હતા. જેથી લોકોના મહત્ત્વના કામો અટકી પડ્યા હતા. ત્યારે ફરી લોકોને ગ્રામપંચાયતના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. તાલુકાના તમામ તલાટીઓ એક સાથે માસ સીએલ પર ઊતર્યા છે. જેથી ગ્રામપંચાયતોમાં આજે એક પણ કામ નહીં થઈ શકે.તમામ તલાટી કમ મંત્રીઓ આજે જેતપુર તાલુકા પંચાયત ખાતે ઊમટી પડયા હતા અને.અહીં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. સાથે જ ઓનલાઈન કામગીરી તેમજ તલાટી મંત્રી કેડરના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બહિષ્કારની ચીમકી આપી છે બીજી તરફ તલાટીઓના વિરોધથી વરસાદી તારાજીને લઈ અસરગ્રસ્તોના સરવેની કામગીરી પણ અટકી પડશે. સાથે વરસાદી આગાહીના પગલે તલાટીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.તે વચ્ચે તાલુકાના તલાટી મંત્રીઓ માસ સીએલ પર છે.જેનાથી ખેડૂતોને પણ હડતાળની અસર થશે.

error: Content is protected !!