Dhoraji-rajkot ધોરાજીમાં 3 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું 1 ઇંચ વરસાદ પડી ગયો હતો જેના લીધે ધોરાજીના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

ધોરાજીમાં આજરોજ બપોરે મેઘરાજાની  ધમાકેદાર એન્ટ્રી થતા ફરી ધોરાજી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડી ગયો હતો ધોરાજીના મુખ્ય ગણાતા સ્ટેશન રોડ ત્રણ દરવાજા જેતપુર રોડ પોસ્ટ ઓફિસ રોડ હોકળા કાંઠા રોડ મેન બજાર ચકલા ચોક જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ નદી બજાર વિગેરે વિસ્તારોમાં રોડ ઉપર  પાણી પાણી થઇ ગયું હતું

ધોરાજીના ખેડૂતો તેમજ આમ જનતા એ મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે હવે તો ખમૈયા કરો જો આજ રીતે વરસાદ ચાલુ રહેશે તો તમામ પાક નિષ્ફળ થઈ જશે જે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી

સીઝનનો કુલ વરસાદ 43 ઇંચ નોંધાઈ ચૂક્યો છે

રીપોર્ટર:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!