Rajkot-રાજકોટ ગ્રામ્ય તથા શહેર વીસ્તાર માં આવેલ જી.આઇ.ડી.સી. વીસ્તાર માં આવેલ કારખાનાઓમાં ઘરફોડ ચોરીઓ તથા મો.સા.ચોરી તેમજ મો.ફોન ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી ના મુદ્દામાલ સાથે તેમજ એક વર્ષ થી રાજકોટ શહેર ના ઘરફોડ ચોરી ના ત્રણ તથા પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના એક ગુન્હા માં નાસતા ફરતા રીઢા આરોપી ને પકડી પાડતી લૉકલ ક્રાઈમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય.

રાજકોટ રેન્જ ડી.આઈ.જી.પી. શ્રી સંદિપ સિંહ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબનાઓએ વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમો એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ.શ્રી એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ. મહીપાલસીંહ જાડેજા,અનીલભાઈ ગુજરાતી, પો.કોન્સ.પ્રહલાદસીંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા ને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ચોરીના મુદ્દામાલ તથા વાહન સાથે ચોરી કરનાર ઈસમોને ગોંડલ તાલુકા ના ભરૂડી પાટીયે થી પકડી પાડી હસ્તગત કરી ઘરફોડ ચોરીઓ તથા મો.સા ચોરીઓ તથા મો.ફોન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓના ભેદ ઉકેલવામાં આવેલ છે.

હસ્તગત કરેલ આરોપીઓ:-
(૧) વિક્રમ ઉર્ફે વિકુ મછાભાઇ રામભાઇ વાજેલીયા જાતે-દેવીપુજક ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે. હાલ ભચાઉ મફતીયાપરા માં પુલ પાસે પોલીસ સ્ટેશન સામે જી. કચ્છ (ભૂજ) મુળ રહે.બગદડીયા તા.કોટડાસાંગાણી જી. રાજકોટ ગ્રામ્ય,
(૨) દિનેશભાઇ બાવનજીભાઇ ચારોલીયા જાતે.દેવીપુજક ઉ.વ.૨૫ ધંધો.ભંગાર ની ફેરી રહે.હાલ રાજકોટ રણુજા ચોકડી આજીડેમ પોલીસ સ્ટેશન પાછળ મુળ. તા.કોટડાસાંગાણી જી. રાજકોટ ગ્રામ્ય,
(૩) જીગાભાઇ વલ્લભાઇ સાડમીયા જાતે.દેવીપુજક ઉ.વ.૨૩ ધંધો.ભંગાર ની ફેરી રહે.હાલ રાજકોટ પુનીતનગર પાણી ના ટાંકા પાસે

કબ્જે કરેલ મુદ્દામાલ:-
હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં. GJ-0૩-HM-7758 કિ.રૂ. ૩૫,૦૦૦/- હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર વગર નુ કિ.રૂ. ૧૫,૦૦૦/-LED ટી.વી. ૩૨ ઇંચ કી.રૂ.૫,૦૦૦/-
એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧૩ કી.રૂ.૩૫,૦૦૦
રોકડ રકમ રૂ. ૭,૦૦૦/- ચાંદી નો ચેઇન ૧૦૦ ગ્રામ નો કી.રૂ.૪,૦૦૦/-
મો.સા.ના સ્પેર પાર્ટ કી.રૂ.૧,૦૦૦/-
લાકડા હાથા વાળી છરી નંગ-૧ કી.રૂ.૦૦/૦૦ કુલ મુદ્દામાલ રૂ. ૧,૦૨,૦૦૦/-મોડસ ઓપરેન્ડી
આ કામના આરોપીઓ ઇન્ડ્રસ્ટ્રીયલ એરીયામાં રાત્રીના સમયે રેકી કરી એક વ્યકિત બહાર ધ્યાન રાખે તથા અને એક વ્યકિત અંદર જઇ થેલો કે એવી કોઇ જે વસ્તુ સરળતાથી લઇ શકાય તેવી હોય તે ઉપાડી જતા હતા.
આ સારુ તેઓ અગાઉથી કોઇ જગ્યાએથી બાઇક ચોરી કરતા અને ચોરાયેલા બાઇક વડે રાત્રીના સમયે ઘરફોડ કરતા હતા. અને ઘરફોડ કર્યા બાદ બાઇક બીનવારસી મુકી દેતા હતા.

આરોપી વિક્રમ ઉર્ફે વિકુ મછાભાઇ રામભાઇ વાજેલીયા ને અટક કરવા પર બાકી ગુન્હાઓ
મજકુર આરોપી (૧) વિક્રમ ઉર્ફે વિકુ મછાભાઇ રામભાઇ વાજેલીયા તથા હરસુખ ઉર્ફે પોપટ શંભુભાઇ વાઘેલા (વાજેલીયા) ઉ.વ. ૩૦ રહે. ચોટીલા ભારત પેટ્રોલપંપ પાસે ઝુપડામાં રાજકોટ મુળ રહે. રાજકોટ મોરબી જકાતનાકા પાસે, ઝુપડામાં વાળાઓને આજથી એકાદ વર્ષ પહેલા
(૧) રાજકોટ શહેર કુવાડવા રોડ, પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૩૭૨૦૧૪૬૧/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(ર) રાજકોટ શહેર કુવાડવા રોડ, પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૩૭૨૦૧૩૯૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૩) રાજકોટ શહેર કુવાડવા રોડ, પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૩૭૨૦૧૪૬૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબના ગુન્હાઓમાં રાજકોટ શહેર ડી.સી.બી પોલીસ દ્રારા પકડેલ હોય મજકુર બન્ને આરોપીઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા બન્ને આરોપીઓને રાજકોટ સ.હો.માં આવેલ કોવીડ વોર્ડ માં દાખલ રાખતા મજકુર બન્ને આરોપીઓ પોલીસ જાપ્તા માંથી નાશી ગયેલ હતા જેથી બન્ને આરોપીઓ વીરૂધ્ધ (૪) રાજકોટ શહેર,પ્ર.નગર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૪૪૨૦૧૦૭૪/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૨૨૪,૨૭૦,૧૧૮૮ મુજબનો ગુન્હો દાખલ થયેલ જે ઉપરોક્ત ચાર ગુન્હા માં આરોપી નં (૧) નાસતો ફરતો છે.

નિચે જણાવેલ વણ-શોધાયેલ ગુન્હાઓ શોધાયેલ છે.
અ. નં.
આરોપીઓએ કરેલ કબુલાત તેમજ તે અન્વયે દાખલ થયેલ ગુન્હાની વિગત

આજથી એકાદ મહીના પહેલ વીક્રમ તથા દિનેશ તથા જીગો એમ ત્રણેય રીબડા ચોકડીએથી આગળ ખોડીયાર હોટલ ના પાછળ ના ભાગે આવેલ કારખાનાઓમાંથી મોડી રાત્રી ના એક કારખાનામાંથી પાંચ મો.ફોન ની ચોરી કરેલ અને ત્યારબાદ ત્યાથી થોડે આગળ જઇ એક કારખાનાની અંદર થી ફળીયામાંથી પોલીસ પટ્ટાવાળા હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ હતી (ગોંડલ તાલુકા પો.સ્ટે ૧૦૯૯/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦,૧૧૪)

આજથી બારેક દિવસ પહેલા વીક્રમ તથા દિનેશ તથા જીગો એમ ત્રણેય પીપલાણા વીસ્તારમાં આવેલ કારખાનાઓ માં મોડી રાત્રી ના ચોરી કરવા ગયેલ જ્યા એક કારખાનામાંથી પાંચ મો.ફોન તેમજ રોકડ રકમ રૂ.૭૦૦૦/- ની ચોરી કરેલ હતી (કોટડા સાંગાણી પો.સ્ટે ૦૪૧૩/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૪૫૭,૩૮૦,૧૧૪) આજથી એકાદ મહીના પહેલ વીક્રમ તથા દિનેશ તથા જીગો એમ ત્રણેય શાપર પડવલા રોડ ઉપર આવેલ કારખાનામાંથી એલ.ઇ.ડી ટીવી તથા એક મો.ફોન ની ચોરી કરેલ હતી આજથી ત્રણેક મહીના પહેલા વીક્રમ તથા દિનેશ એમ બન્ને એ રાજકોટ કોઠારીયા રોડ આજી ડેમ પોલીસ સ્ટેશન આગળ થી સાંજ ના નવેક વાગ્યે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા ની ચોરી કરેલ હતી જેના રજી નં- GJ-0૩-HM-7758 છે.ચારેક મહીના પહેલા વીક્રમ તથા દિનેશ એમ બન્ને એ રીબડા ફાટક થી આગળ આવેલ સોસાયટી માંથી એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા ની ચોરી કરેલ જે રીબડા ચોકડી પાસે રેઢુ મુકી દિધેલ હતુ.GJ-03-HS-5832 આજથી આશરે ત્રણેક મહીના પહેલા વીક્રમ તથા દિનેશ એમ બન્ને એ રાજકોડ કોઠારીયા રોડ રણુજા મંદિર ની આગળ ની સોસાયટી માંથી હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ ને મો.સા દામોદર સર્કલ પાસે રેઢુ મુકી દિધેલ હતુ.આજથી વીસેક દિવસ પહેલા વીક્રમ તથા દિનેશ એમ બન્ને એ રાજકોડ કોઠારીયા રોડ રણુજા મંદિર ની આગળ ની સોસાયટી માંથી હીરોહોન્ડા સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ જે મો.સા રણુજા મંદિર થી આગળ બુગદા ના કાંઠે રેઢુ મુકી દિધેલ હતુ.આજથી ત્રણેક મહીના વીક્રમ તથા દિનેશ એમ બન્ને એ લોઠડા પાસે આવેલ કારખાના વીસ્તાર માંથી એક સફેદ કલર ના એક્ટીવા મો.સા. ની ચોરી કરેલ જે રાજકોટ કોઠારીયા રોડ શીવધારા સોસાયટી થી આગળ ઇટ્ટો ના ભઠ્ઠા પાસે રેઢુ મુકી દિધેલ હતુ.આજથી બે મહીના પહેલા વીક્રમ તથા દિનેશે ગુંદાસરા ગામેથી એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા ની ચોરી કરેલ જે કોઠારીયા થી આગળ ચારણ ના ઝુપડા પાસે રેઢુ મુકી દિધેલ હતુ આજથી બે મહીના પહેલા વીક્રમ તથા દિનેશે કોઠારીયા સોલવન્ટ માં આવેલ એક કારખાના માંથી કોપર વાયર ની ચોરી કરેલ હતી આજથી એકાદ મહીના પહેલા વીક્રમ તથા દિનેશે લોઠડા વીસ્તાર માં આવેલ એક કારખાના માંથી કોપર વાયર ની ચોરી કરેલ હતી આજથી બે મહીના પહેલા વીક્રમ તથા દિનેશે એમ બન્ને એ રાજકોડ કોઠારીયા રોડ રણુજા મંદિર ની આગળ ની સોસાયટી માંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા ચોરી કરેલ જે મો.સા. માંથી સ્પેરપાર્ટ કાઢી લીધેલ હતા આજથી એકાદ મહીના પહેલ વીક્રમ તથા દિનેશ એમ બન્ને એ લોઠડા તથા પીપલાણા વચ્ચે આવેલ કારખાનાઓમાંથી મોડી રાત્રી ના એક કારખાનામાંથી ત્રણ મો.ફોન ની ચોરી કરેલ હતી અને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.ની ચોરી કરેલ હતી તેમજ એક કારખાના માંથી કોપર વાયર ની ચોરી કરેલ આજથી બે મહીના પહેલા વીક્રમ તથા દિનેશે એમ બન્ને એ રાજકોડ કોઠારીયા રોડ રણુજા મંદિર ની આગળ ની સોસાયટી માંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા ચોરી કરેલ જે મો.સા. માંથી સ્પેરપાર્ટ કાઢી લીધેલ હતા તેમજ આ કામે આરોપી વિક્રમ મસાભાઇ વાઘેલા (વાજેલીયા) વિરુધ્ધમાં અગાઉ દાખલ થયેલ ગુન્હા
(૧) જુનાગઢ જીલ્લો કેશોદ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૦૦૪૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ
(ર) જુનાગઢ જીલ્લો ચોરવાડ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૦૦૩૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૩) રાજકોટ ગ્રામ્ય કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૭૨/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૪) રાજકોટ ગ્રામ્ય કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૦૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૫) રાજકોટ ગ્રામ્ય કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૨૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૨૪,૩૮૦,૧૧૪
(૬) રાજકોટ ગ્રામ્ય કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૨૫/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ
(૭) રાજકોટ શહરે ભક્તીનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૧૦૮/૨૦૧૫ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ

આ કામગીરીમાં: રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઇન્સ.એસ.જે.રાણા તથા એ.એસ.આઇ મહેશભાઇ જાની, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી તથા પો.કોન્સ.પ્રહલાદસીંહ રાઠોડ તથા રૂપકભાઇ બોહરા તથા ભાવેશભાઇ મકવાણા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વીરડા તથા PC સાહીલભાઈ ખોખર વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!