Dhoraji-Rajkot ધોરાજીમાં બે વર્ષ વિરામ બાદ ગણેશ મહોત્સવનો ઠેર ઠેર પ્રારંભ ધોરાજીના અનેક વિસ્તારોમાં સાદાઈથી ઉજવણી.

ધોરાજીમાં આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે
કોરોના મહામારી ના સમયમાં બે વર્ષ ઉત્સવ બંધ રહ્યા બાદ રાજ્ય સરકારે નિયમો અનુસાર ગણેશ મહોત્સવ જવાની છૂટ આપતા ધોરાજીમાં અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો હતો ધોરાજી પોલીસ સ્ટેશન માં પોલીસ પરીવાર દ્વારા ગણેશ મહોત્સવનો આયોજન કરવામાં આવ્યું હતું


ધોરાજીના રાજ ગ્રુપ દ્વારા સ્ટેશન પ્લોટ કા રાજા ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આયોજક ઘનશ્યામભાઈ રૂઘાણી ગૌરવભાઈ રૂઘાણી જય રૂઘાણી વગેરે મહાનુભાવો ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે વિશાલ એપાર્ટમેન્ટ રાજા ધોરાજીના સ્ટેશન રોડ ઉપર વિશાલ એપાર્ટમેન્ટમાં વર્ષોથી રાબેતા મુજબ ગણેશ મહોત્સવનો આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ વિશાલ એપાર્ટમેન્ટના તમામ પરિવારો દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે

ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ સ્વામિનારાયણ મંદિર પાસે ગણેશ મહોત્સવ લતાવાસીઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે વિશાલભાઈ ધીનોજા દરેક પૂજા મહાઆરતી સહિત ધાર્મિક વિધિ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

આ સાથે ધોરાજી શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે વર્ષના વિરામ બાદ રાજ્ય સરકારે છૂટ આપતા લોકોમાં ધાર્મિક લાગણી વધુ જોવા મળી રહી છે

અહેવાલ:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!