Gondal-Rajkot રાજ્ય સરકાર દ્વારા પોષણ સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ તાલુકા/શહેર ની પોષણ સપ્તાહ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ સમાજ નિર્માણ હેતુ સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસ માં પોષણ સપ્તાહ ની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ હોય જે અન્વયે ગોંડલ તાલુકા પંચાયત આઇસીડીએસ કચેરી દ્વારા તાલુકા અને શહેર ના પોષણ સપ્તાહ ની ઉજવણી નું ભવ્ય આયોજન ગોંડલ શાળા નં.16 માં કરવામાં આવ્યું.


નાના બાળકોના પોષણ પર યોગ્ય ધ્યાન આપવા શારીરિક રીતે નબળા બાળકોની સ્થિતિ સુધારવા તેમજ શાળામાં અભ્યાસ ન કરતી કિશોરીઓ ને શાળામાં પુનઃ પ્રવેશ માટે કિશોરીઓના વાલીઓને માર્ગદર્શન આપી કાઉન્સિલિંગ કરી શાળામાં પ્રવેશ લેવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા.


આ તકે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાષાબેન દવે,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,યોગેશભાઈ દવે,CDPO સાકરીયાબેન,ઇલાબેન આસોદરિયા, પિન્ટુબેન દવે તેમજ શાળા નં.16 ના આચાર્યશ્રી ના શુભ હસ્તે દીપ પ્રાગટય કરી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ.
ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રેસિડેન્ટ પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે દ્વારા પોષણ સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ શહેરની 39 આંગણવાડીના 130 કુપોષિત બાળકોને દાતાઓના સહયોગ થી એક વર્ષ સુધી દર 15 દિવસે શુદ્ધ દેશી ઘી ની 700 ગ્રામ પૌષ્ટિક સુખડી દરેક બાળકને આપવાની જાહેરાત કરવામાં આવી તેમજ શાળાએ ન જતી 57 કિશોરીઓના વાલીઓની સાથે કાઉન્સેલિંગ કરવા તથા કિશોરીઓને શાળામાં પુનઃ પ્રવેશ માટે સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી.આ કાર્યક્રમ માં 130 કુપોષિત બાળકોને 70 કિલો શુદ્ધ દેશી ઘી ની પૌષ્ટિક સુખડી દાતા શ્રી કપિલભાઈ ગજેરા તરફથી વિતરણ કરવામાં આવેલ તેમજ ગોંડલ ના સેવાભાવી નયનભાઈ જોશી અને કેવલ્યભાઈ જોશી તરફથી બાળકોને સુવર્ણપ્રાશન ઔષધ આપવામાં આવેલ..જિલ્લા પંચાયત સરકારી ઔષધાલય ના આયુર્વેદ અધિ. ડો રીંકુબેન સખીયા અને મેડી.ઓફી.હોમિયોપેથીક દ્વારા માતા અને બાળકોની આરોગ્ય ચકાસણી અને જરૂરિયાત મુજબ મેડિસિન આપવામાં આવેલ.


ગોંડલ શહેર આંગણવાડી ના બહેનો દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા તેમજ બાળકો સાથે માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખવા સુંદર આયોજન અને મહેનત કરવામાં આવેલ..
રાજકોટ થી ખાસ આવેલ પ્રોગ્રામ ઓફીસર જિજ્ઞાષાબેન દવે અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ ઉપસ્થિત માતાઓ અને કિશોરીઓને બાળકોના સારા આરોગ્ય માટે માર્ગદર્શન અને કિશોરીઓને જીવન માં શિક્ષણ અને અભ્યાસ ના મહત્વ વિશે તથા સફાઈ,બાળઉછેર,પૌષ્ટિક ખોરાક,નિયમિત શાળાએ જવું બાળકોના આરોગ્ય,તંદુરસ્તી અને ઉછેર માં માતા પિતા ના યોગદાન બાબતે ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું..વરસાદી વાતાવરણ હોવા છતાં ખૂબ સારી સંખ્યામાં બાળકો,માતાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેતા જિજ્ઞાસાબેન દવે એ ગોંડલ ICDS કચેરી અધિકારી,સુપરવાઝઇર અને તમામ સ્ટાફ બહેનો ના સુંદર સફળ આયોજન બદલ સરાહના કરતા બાળકોને શુદ્ધ દેશી ઘી ની પૌષ્ટિક સુખડી એક વર્ષ સુધી આપવા તથા સુવર્ણપ્રાશણ ઔષધ આપવા અને કિશોરીઓને પુનઃ શાળા પ્રવેશ માટે કાઉન્સેલિંગ માં સહયોગ આપવા બદલ ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના હિતેશભાઈ દવે,યોગેશભાઈ દવે અને કપિલભાઈ ગજેરા,નયનભાઈ જોશી,કેવલયભાઈ જોશી નો આભાર વ્યક્ત કરેલ હતો….

error: Content is protected !!