Gondal-Rajkot ગોંડલના ચરખડી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી મીંકસીંગ કરેલ ઇંધણનો જથ્થો ભરેલ ટેન્કરને પકડી પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.

ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે કેસો કરવા રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ એસ. ઓ. જી.ના પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ એચ. એમ. રાણા તથા પીએસઆઇ જી. જે. ઝાલા પેટ્રોલીંગમાં હતા ત્યારે એ. એસ. આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કો. અમીતભાઇ કનેરીયાને મળેલ બાતમી આધારે ગોંડલના ચરખડી ગામમાં વિરેન ઉર્ફે કનો રમેશભાઇ માવાણીની વાડીમાં દરોડો પાડતા ત્યાં ગેરકાયદે રીતે કોઇ લાયસન્સ મેળવ્યા વગર જવલનશીલ પેટ્રોલીંયમ પ્રવાહી ૧૦,૦૦૦ લીટર ભરેલ ટેન્કર નં. જી.જે. -૧ર ડબલ્યુ. ૭૪૬૯ મળી આવતા તે કબ્જે કરાયું હતું પકડાયેલ વિરેન આ ઇંધણ વેચાણ કરવાના ઇરાદે મંગાવ્યું હતું એસઓજીએ ટેન્કર અને ઇંધણ સહિત ૧૬ લાખનો મુદામાલ કબ્જે કરી વિરેનને ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એ. એસ. આઇ. વિજયભાઇ ચાવડા, હેડ કો. જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, પો. કો. રણજીતભાઇ ધાંધલ, વિજયગીરી ગોસ્વામી, ડ્રા. પો. કો. દિલીપસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજા રોકાયા હતાં.

error: Content is protected !!