Gondal-Rajkot ગોંડલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં કોંગ્રેસ નેતાના રીમાન્ડ નામંજૂર કરતી કોર્ટ.

લેન્ડ ગ્રેબિંગના કેસમાં પોલીસ દ્વારા માંગવામાં આવેલ ૫ દિવસના રીમાન્ડ અરજી નામંજૂર

ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા એડવોકેટ દિનેશ પાતર તથા અન્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટની કલમ ૪, ૫ તથા આઇ.પીસી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૪૪૭, ૩૮૪, ૫૦૬, ૧૨૦(બી) મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ જે અનુસંધાને લેન્ડ ગ્રેબીંગ સ્પેશ્યલ કોર્ટના એડી. સેસન્સ જજ શ્રી કે.ડી. દવે સાહેબે પોલીસ દ્વારા માંગવામાં આવેલ ૫ દિવસની રીમાન્ડ અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવી ટુંક હકીકત એવી છે કે કોંગ્રેસ પક્ષના નેતા અને ગોંડલમાં વકીલાતની પ્રેકિટસ કરતા એડવોકેટ દિનેશભાઇ પાલાભાઇ પાતર તથા અન્ય વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વેજા ગામના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા લેન્ડ ગ્રેવિંગ એકટની કલમ ૪, ૫ તથા આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૪૪૭, ૩૮૪, ૫૦૬, ૧૨૦ (બી) ફરીયાદ નોંધવામાં આવેલ હતી જે ફરીયાદમાં કરવામાં આવેલ આક્ષેપો મુજબ તેઓએ તેમના ભાગીદાર સાથે મળી ગોંડલ-રના રેવન્યુ સર્વે નં. ૨૯૫ પૈકી ૧ અને ૧ પૈકી રની ઘાચી પાર્ટી તરીકે ઓળખાતી જમીન આશરે ૬ વીઘા રજી. વેચાણ દસ્તાવેથી ખરીદ કરેલ હતી જે જમીન અંગેનું આરોપીઓએ બોગસ સાટાખાત ઉભું કરી જમીનનો ગેરકાયદેસર કબજો જમાવી કબજો ખાલી કરવા રૂપિયા ૨૩ લાખની ખંડણી માંગેલ અને જો રૂપિયા ૨૩ લાખ ચુકવવામાં નહીં આવે તો એટ્રોસીટીના ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી એડવોકેટ દિનેશ પાતર તથા બીજા આરોપીઓ દ્વારા આપવામાં આવેલ.

ઉપરોકત ફરીયાદ નોંધાયા બાદ આરોપી દિનેશ પાલભાઇ પાતરની પોલીસ દ્વારા પ દિવસના રીમાન્ડની અરજી કોર્ટમાં કરવામાં આવેલ હતી જે અરજી અનુસંધાને આરોપી દિનેશભાઈ પાત્રના વકીલ સંજય પંડિત દ્વારા ધારદાર રજુઆતો કરવામાં આવેલ હતી અને આરોપીની કસ્ટોડિયલ ઇંટરોગેશનની કોઇ જરૂરીયાત નથી તે મતલબની દલીલો કરવામાં આવેલ જે તમામ દલીલો અને આરોપીના વકીલ એ રજુ રાખેલ હાઇકોર્ટના ચુકડાઓને ધ્યાને લઇ રીમાન્ડ અરજી નામંજુર કરવામાં આવે હતી.

અત્રે એ નોંધનીય છેકેગોંડલ પોલીસ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કેઆરોપી ૧૦૭ દિવસ સુધી નાસતા ભાગતા ફરતા હતા અને આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી.ની ક્લમ ૭૦ મુજબની વોરંટ નામદાર કોર્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ છે અને આરોપી નાસતા ભાગતા ફરતા હોઇ આરોપીને ભાગેડુ જાહેર કરાવવા સી.આર.પી.સી.ની ક્લમ ૮ર મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે નાસતા ભાગતા કરતા બીજા આરોપી અંગે પુછપરછ કરવાની છે, અસલ સાટાખત કબ્જે કરવાનું બાકી છે જેવી તમામ રજુઆતો પોલીસ વતી સરકારી વકીલ દ્વારા રીમાન્ડ અરજી મંજૂર કરવાના સમર્થનમાં કરવામાં આવેલ હતી.
આ કામે આરોપી વતી સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ સંજય પંડિત, બીનીતા પટેલ વિગેરે રોકાયેલ હતા.

error: Content is protected !!