Gondal-Rajkot ગોંડલ નગરપાલિકા વેરા વધારા ની સામે કોંગ્રેસીઓ આવેદન આપે તે પહેલા ધરપકડ કરી લેવામાં આવી.

કોરોના ની વિકટ પરિસ્થિતિમાં લોકોની આર્થિક કમર તૂટી જવા પામી છે ત્યારે ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને દાઝ્યા પર ડામ દેવા વેરામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હોય ભૂગર્ભ ગટરનો વેરો પણ પ્રજાના માથે થોપી દેવામાં આવતા

કોંગી આગેવાન યતિષભાઈ દેસાઈ ગોપાલભાઈ ટોળીયા, આશિષભાઈ કુંડળીયા, વૃષભસિંહ પરમાર, કુલદીપસિંહ જાડેજા, જયસુખ ભાઈ વઘાસિયા,ભાવેશભાઈ ભાષા, અને જયસુખભાઇ પારગી, નૈમિશ રૈયાણી સહિતનાઓ દ્વારા પ્રજાજનો ને સાથે રાખી કોલેજ ચોક થી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જવાનું હોય આગેવાનો એકઠા થતા જ સીટી પોલીસે તેઓની ધરપકડ કરી હતી જ્યારે ધર્મેશ ભાઈ બુટાણી અને દીપક પટેલ દ્વારા પ્રાંત અધિકારીને વેરા વધારા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાદ માં પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી.

error: Content is protected !!