Dhoraji-Rajkot “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે આજે ગુજરાત સરકાર અને ગુજરાત વનવિભાગ દ્વારા વૃક્ષારોપણ નાં કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં યોજવામાં આવ્યા.

” ગુજરાતમાં કોવિડ-૧૯ નાં સંક્રમણ સમયે જે ઓક્સિજન ની અછત ઉભી થઇ હતી. હાલ માં જ તાઉતે વાવાઝોડાં દરમિયાન ઓક્સિજન પૂરો પાડતાં લાખો વૃક્ષો ધારાશાયી થયા. જેને પગલે સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિશ્વ પર્યાવરણ દિવસ નાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાનગરોમાં વાવાઝોડાનાં પગલે પડી ગયેલ વૃક્ષોની જગ્યાએ ફરીથી વૃક્ષારોપણનો કાર્યક્રમ, ડૉક્ટર્સ, નર્સ, સફાઈ કામદારો (કોરોના વોરિયર) નાં હસ્તે કોવિડ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવું, ૨૧ લાખ તુલસીનાં રોપાઓનું શહેરો, ઔદ્યોગિક એકમોમાં વિતરણ, મહાનગરોમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને ઔદ્યોગિક એકમોમાં જાગૃતિના કાર્યક્રમ કરવાનો નિરધાર સરકારશ્રી એ કરેલ છે. આમ, સરકારશ્રી દ્વારા વૃક્ષારોપણ ની હાકલ કરવામાં આવી છે. આ હાકલ નાં ભાગરૂપે ધોરાજી ખાતે અલગ અલગ ત્રણ વિસ્તારમાં રોપા વિતરણ તથા શહેરમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ તા:૦૪/૦૬/૨૦૨૧ થી લઈ ૦૬/૦૬/૨૦૨૧ સુધી વનવિભાગ દ્વારા યોજાયો છે. જેમાં શહેરીજનો સરળતાથી રોપા મેળવી શકે તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતનાં સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન, કોવિડ સેન્ટર, સરકારી હોસ્પિટલ, પી.એચ.સી સેન્ટર, કે.ઓ.શાહ કોલેજ વેકસીન સેન્ટર માં ખાસ કરીને કોવિડ-૧૯ નાં સંક્રમણને ધ્યાને લઇ ઔષધિય રોપાનું વિતરણ કરવામાં આવ્યું. શહેરની સરકારી કચેરીઓ તથા જનતા બાગમાં વૃક્ષારોપણ તથા તુલસી વન બનાવવામાં આવ્યું. આમ, ધોરાજી શહેર માં વનવિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ તથા રોપાનું વિતરણ કરી, પર્યાવરણને સમૃદ્ધ કરવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રયાસમાં ધોરાજી આર.એફ.ઓ ટી.એ.જોષી, ફોરેસ્ટર એસ.એમ.બ્લોચ તથા સેવ લાયન સંસ્થા સાથે જોડાયેલ પર્યાવરણપ્રેમીઓ શ્રી વજુભાઇ ડાંગર, શ્રી વિરેનભાઈ કુંવરિયા અમર ગિરનારી મંડળના દેવાભાઈ પરમાર તથા શહેરી જનો હોંશભેર જોડાયા અને સર્વે નાં સહયોગથી “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
અહેવાલ:- કૌશલ સોલંકી

error: Content is protected !!