Dhoraji-Rajkot ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાંથી એમ.બી.બી.એસ.ની ડીગ્રી વગર એલોપેથીક પ્રેકટીસ કરતા ડોકટરને એસ.ઓ.જી. બ્રાંચ રાજકોટ ગ્રામ્ય એ પકડી પાડેલ

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય, રાજકોટનાઓની સૂચના મુજબ તેમજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઈન્સ્પેકટર એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પો. સબ ઈન્સ. એચ.એમ. રાણા તથા એએસઆઈ વિજયભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ. અમીતભાઈ કનેરીયા તથા પો. કોન્સ. વિજયગીરી ગોસ્વામી ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.

એલોપેથીક પ્રેકટીસ કરતા ડોકટર રામદાસ અમરદાસ પરબવાલા રહે. ધોરાજીવાળા નેચરોપેથી ડીગ્રી સિવાયની અન્ય કોઈ ડીગ્રી ન ધરાવતા હોય તેમ છતા પણ કલીનીક ચલાવી એમ.બી.બી.એસ.ની ડીગ્રી વગર એલોપેથીક ડોકટર તરીકે પ્રેકટીસ કરતા એલોપેથીક મેડીકલ પ્રેકટીસને લગતા ઈન્જેકશનો તથા જુદી જુદી એલોપેથીક દવાઓ સાથે મળી આવતા ધોરાજી પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.પોલીસે જુદા જુદા પ્રકારની એલોપેથીક દવાઓ તથા ઈન્જેકશનો જે મુદામાલ આવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ્પેકટર એ.આર. ગોહીલ તથા પો. સબ ઈન્સ. એચ.એમ. રાણા તથા એએસઆઈ વિજયભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ. અમીતભાઈ કનેરીયા તથા પો. કોન્સ. વિજયગીરી ગોસ્વામી તથા ડ્રા. પો. કોન્સ. જયપાલસિંહ ઝાલા વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!