Gondal-Rajkot ગોંડલ કચ્છી ભાટીયા શ્રી ત્રિકમરાયજી હવેલી ટ્રસ્ટ એ માવતર વૃદ્ધાશ્રમ માં સ્વાદિષ્ટ વાળુંપાણી કરાવ્યા.

ગોંડલ કચ્છી ભાટીયા શ્રી ત્રિકમરાયજી ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે ના સહયોગથી વીરપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ માવતર વૃદ્ધાશ્રમ ના વડીલોને રવિવારે સાંજે ગોંડલ ના પ્રસિદ્ધ રાજુભાઇ દયાળજી ભજિયાવાળા ના સ્વાદિષ્ટ સમોસા,મેંગો જ્યુસ,અને ફ્રૂટ કેન્ડી નું વાળુંપાણી નું ભોજન કરાવવામાં આવ્યું..
વૃદ્ધાશ્રમ ના વડીલોએ આનંદ થી સમોસાનો આસ્વાદ માન્યો,મેંગો જ્યુસ ની મોજ માણી અને ફ્રૂટ કેન્ડી ની મજા માણી હતી..વડીલોના ચહેરાઓ પર સંતોષ અને હાસ્ય લાવવાના અમારા પ્રયાસ સફળ રહ્યા નો આનંદ અમે પણ માણ્યો હતો.

જેતપુર થી યુવાનોનું એક ગ્રૂપ આ વૃદ્ધાશ્રમના વડીલો માટે ગરમાગરમ ચા,બિસ્કિટ,વેફર,ફ્રાયમ્સ લઈ ને વડીલોની ભાવવંદના કરવા આવેલા અને અંતે એક યુવા દંપતી આ વડીલો માટે આઈસ્ક્રીમ ની મીઠી ભેટ લઈને આવેલ ત્યારે વીરપુર ના પાદર માં સુપ્રસિદ્ધ સંત શ્રી જલારામબાપા ની પ્રત્યક્ષ ઉપસ્થિતિ ની અનુભૂતિ માણવાનો અમૂલ્ય અવસર ના સાક્ષી થવાનો લાભ મેળવ્યો હતો..

error: Content is protected !!