Gondal-Rajkot ગોંડલ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે બંધ પડેલ પાણી નું પરબ ફરી ચાલુ કરવા રજૂઆત કરાઇ.

ગોંડલ એસ ટી ડેપો ખાતે આશરે એક વર્ષ થી બંધ હાલત માં પડેલ પાણી નું પરબ ચાલુ કરવા અંગે ગોંડલ શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ ધર્મેશ બુટાણી દ્વારા એસ ટી તંત્ર ને રજૂઆત કરવામાં આવી હતી. ગોંડલ એસ ટી બસ સ્ટેન્ડ ખાતે થી દરરોજ આશરે પાંચ થી છ હજાર મુસાફરો અવર જવર કરતાં હોય ત્યારે પાણી ની જરૂરિયાત પૂરી કરવી તે પ્રાથમિક પ્રશ્ન બની રહે છે. ગોંડલ થી સૌથી વધુ માત્રા મા મજૂર વર્ગ મુસાફરી કરવામાં અગ્રેસર છે કે જેઓ પાસે ટિકિટ માટે પણ પૂરતા પૈસા હોતા નથી તેઓ પાણી માટે પૈસા બગાડી સકતા નથી જેથી તેઓએ વધુ તકલીફ નો સામનો કરવો પડે છે .વધુમા નવું બની રહેલ બસ સ્ટેન્ડ નું કાર્ય ધીમી ગતિએ હોય ત્યારે વૈકલ્પિત બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો ને ઘણી જ તકલીફ પડી રહી છે. ઉનાળા ના લીધે મુસાફરો વૈકલ્પિત બસ સ્ટેન્ડ ખાતે આકરો તડકો સહન કરવો પડે છે ત્યારે પાણી નું પરબ બંધ થતાં મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. માટે વહેલી તકે પાણી નું પરબ ચાલુ કરવામાં આવે તેવી ડેપો મેનેજર ને રજૂઆત કરવામાં આવી હતી.

error: Content is protected !!