પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા સવા બે કરોડની ગ્રાન્ટમાંથી 11 આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

પોરબંદર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા બેઠક ને એમ્બ્યુલન્સ આપવામાં આવી

કોરોનાની મહામારી ને લઈ ગામે ગામ મેડિકલ સુવિધાઓ ઓછી પડી રહી હોવાની વ્યાપક ફરિયાદો ને ધ્યાને લઇ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોતાની ગ્રાન્ટ માંથી આશરે રૂ. 2 કરોડના ખર્ચે 11 એમ્બ્યુલન્સ ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર, પોરબંદર, માણાવદર, કેશોદ અને બાટવા નગરપાલિકા તેમજ જામ કંડોરણા અને કુતિયાણા આરોગ્ય કેન્દ્ર ને 50 લીટર ઓક્સિજન સાથેની 108 જેવી સુવિધા વાળી એમ્બ્યુલન્સ નું લોકાર્પણ ગોંડલ રમાનાથ ધામ ખાતે કરવામાં આવ્યું હતું, આજે ગોંડલ, જેતપુર, ઉપલેટા, ભાયાવદર, પોરબંદર અને કેશોદ ની એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી જ્યારે એક બે દિવસમાં બાકીની પાંચ એમ્બ્યુલન્સ પણ આવી જશે અને મેડિકલ સુવિધાના કામે લાગી જશે તેવું સાંસદ રમેશભાઈ એ જણાવ્યું હતું.


રામનાથ ધામ ખાતે યોજાયેલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ માં સાંસદ રમેશભાઈ ધડુક, નૈમિશ ભાઈ ધડુક,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ગણેશ સિંહ જાડેજા, કનકસિંહ જાડેજા.અશોકભાઈ પીપળીયા, સમીર કોટડીયા,ઋષિભાઈ જાડેજા,બાઉભાઈ ટોળીયા, અલ્પેશ પટેલ તેમજ ઉપરોક્ત વિધાનસભા ક્ષેત્રના પ્રમુખો આગેવાનો હાજર રહ્યા હતા.

One thought on “પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા સવા બે કરોડની ગ્રાન્ટમાંથી 11 આધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું.

  1. Pingback: 2loathing

Comments are closed.

error: Content is protected !!