Dhoraji-Rajkot ધોરાજીમાં ગોંડલના રાજવી એ સતરમી સદીમાં બાંધેલો દરબારગઢ જર્જરીત અવસ્થામાં પડી જવાના વાંકે ઉભો છે. તેને રક્ષીત જાહેર કરાયો છે. છતાં તંત્ર દ્વારા ઐતિહાસી વારસાની જાળવણી પ્રત્યે બેદરકારી દાખવાઇ રહી હોવાનું પ્રતીત થાય છે.

સતરમી સદીમાં ગોંડલના રાજવી ભા.કુભાજી એ બે માળનો રાજમહેલ બનાવ્યો હતો. આ દરબારગઢની અધુરી કામગીરી રાજવી ભગવતસિંહજી એ પુરી કરાવી હતી. આ અદ્ભુત નકશીકામ સ્થાપત્ય કલાના બેનમુન નમુના રાજમહેલ એટલે દરબારગઢ તૈયાર થયો. તે રાજવીનું નીવાસ સ્થાન હતુ.

ભગવતસિંહજીને ધોરાજીને પેરીસ સમું બનાવવાની ઇચ્છા હતી. દરબારગઢ એટલો સુંદર હતો કે સહજાનંદ સ્વામી એ દરબારગઢને જોઇને કહયું હતું કે મારે આવા મંદિર બાંધવા છે. આ દરબારગઢમાં ઐતિહાસિક હઝરત પીર લાખાપીર બાવાની દરગાહ પણ છે અને મંદિર પણ આવેલ છે. આઝાદી પછી દરબારગઢમાં મામલતદાર કચેરી, આયુર્વેદિક દવાખાનું, પુસ્તકાલય વગેરે હતા.

પરંતુ જેમ જેમ દરબારગઢ જર્જરીત થતુ ગયુ તેમ તેમ બધાનું સ્થળાંતર થતુ ગયુ. હાલમાં મામલતદાર કચેરી દરબારગઢમાં છે. દરબારગઢ રક્ષિત ઇમારત જાહેર થયેલ હોય પુરાતત્વ ખાતા હસ્તક છે. પરંતુ ઐતિહાસિક વારસાની જરાયે દરકાર લેવાતી ન હોય ઇમારત જર્જરીત અવસ્થામાં છે ઐતિહાસિક વારસાથી આવનારી પેઢી અવગત બને તે માટે જાળવણીની માંગ ઉઠી છે

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!