Gondal-Rajkot ગોંડલના સેવાભાવી આગેવાન વિરુદ્ધ એસ્ટ્રોસીટી ની ખોટી ફરિયાદ ને લઈ જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરવામાં આવી.

સેવાભાવી આગેવાન વિરુદ્ધ ભોજપરા ના રીક્ષા ચાલકે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા અંગે ફરિયાદ નોંધાવી છે

ગોંડલના વેપારી મંડળના પ્રમુખ તથા કિશોર યુવક ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ હિન્દુ સમાજ તથા માલધારી સમાજના આગેવાન ઉપર થયેલ એસ્ટ્રોસીટીની ફરીયાદ તેઓને ખોટી રીતે સંડોવી દેવાના કારસ્તાન સામે ફરીયાદની નિષ્પક્ષ તપાસ કરવા તથા એસ્ટ્રોસીટીની કલમ રદ કરવા અંગે રજુઆત કરવામાં આવી.

વેપારી મહામંડળ ગ્રેટર ચેમ્બર્સ ગોંડલ,
કિશોર યુવક ગૌ સેવા ટ્રસ્ટ – ગોંડલ.,
હિન્દુ ઉત્સવ સમિતિ – ગોંડલ,
જે ભગવાન અન્નક્ષેત્ર – ગોંડલ.,
જનતા ભોજનાલય ટ્રસ્ટ – ગોંડલ., રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ – ગોંડલ., તેમજ ગો મંડળ ગો રક્ષા ચેરીટેબલ ટ્રસ્ટ – ગાંડલ. ના આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ વડા ને રજુઆત કરવામાં આવી હતી કે ગોંડલ ગોપાલભાઈ ટોળીયા એક સમાજ સેવક પ્રતિષ્ઠિત વેપારી વ્યકિત છે, માલધારી સમાજના આગેવાન, વેપારી મહામંડળના પ્રમુખ તેમજ કિશોર ગૌ સેવા ટ્રસ્ટ, હિન્દુ ઉત્સવ સમિતિ, સમગ્ર હિન્દુ સમાજના આગેવાન તથા જે ભગવાન અન્નક્ષેત્રના સંચાલક પ્રમુખ છે. જનતા ભોજનાલય ટ્રસ્ટના ટ્રસ્ટી છે, મુખ્ય ગૌ સેવા કરતી સંસ્થાઓમાં પણ સદસ્ય છે. કામધેનું આયોગ, ગૌ સેવા આયોગ, એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય છે. એમ્બ્યુલન્સ સેવા, બાલાશ્રમ સેવા, માતા-પિતા વગરની દિકરીઓના લગ્ન, બિનવારસુ લાશના અગ્નીસંરકાર, ટીફીન સેવા સહિતની અનેકવિધ સેવાઓ સતત દિવસ-રાત ચલાવી રહ્યા છે. તેમાં આ સેવા આશરે ૩૦ થી ૩૫ વર્ષ થયા કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમજ બધા સમાજ સાથે રહી સમગ્ર માનવજાતને માટે નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરે છે.

ગોપાલભાઈની દુકાન તુલસી પાન માંડવી ચોક પોલીસ સ્ટેશનની સામે આવેલી છે. ત્યાં જ જે ભગવાન અન્નક્ષેત્ર ચાલે છે. તા. ૧૦/૦૩/૨૦૦૧ના સાંજના સમયે તેઓ અન્નક્ષેત્રમાં જમાડવાના સમયે દુકાને જતાં ત્યાં આગળ કોઈ રીક્ષા ચાલક બાબુ દેવશી રાઠોડ – ભોજપરા ગામ રીક્ષા જી.જે. ૦૩ બી.એકસ, ૦૨૯૨ રીક્ષા વાળો આડો ઉભેલ હતો. તેને આગળ લેવાનું કહેતા તે ઉશકેરાઈ ગયેલ હતો. આ રોડ તમારો છે નહી લેવાય, ગોપાલભાઈ ત્યાં અન્નક્ષેત્ર નવા દુકાને જવા માટે વાહન રાખવા૨સ્તો કરવા વિનંતી કરેલ, તેઓ તેની શાતિ કે કેવા છો, કયાંના છો તેવું કશું જાણતા પણ ન હોય ત્યાં જીભાજોડી થતાં આજુ-બાજુના તેમજ દલીત સમાજના લોકો પણ આવી ગયા તેમજ હાજર હતા તેને કંઈ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા કે ધમકી આપવા માર મારવાનો બનાવ બનેલ જ નથી. સામે પોલીસ સ્ટેશન પણ છે જ જ્યાં ના સીસી ટીવી પોલીસ દ્વારા ચોકમાં લગાવવામાં આવેલ છે. અને બાબુ દેવશી રાઠોડને આવું કંઈ થયું હોય તો સામે પોલીસ સ્ટેશન છે ત્યાંથી બોલાવી કે ફરીયાદ કરી શકે તેમ હતો. તેની ફરીયાદ શંકાસ્પદ છે તેને ફરીયાદમાં કોઈ કાળા જાડા માણસે પ્લાસ્ટીક પાઈપ માર્યાનું જણાવે છે. ગોપાલભાઇ ને મારેલ નથી કે જ્ઞાતિ ‘પ્રત્યે હડધૂત કરેલ નથી રીક્ષા ચાલકે એસ્ટ્રોસીટી જેવી કલમનો દૂર ઉપયોગ કરી સેવાભાવી સંસ્થાઓ, આગેવાનોને નિશાન બનાવી તેઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા તેઓના સતકાર્યોને અટકાવવા હિન કૃત્ય કરી રહયા છે. આવા તત્વોની તપાસ કરી તે અટકાવવા અને ગોપાલભાઈ ઉપર થયેલ મારા-મારીની તથા એસ્ટ્રોસીટી કલમ ૨દ કરવા ફેર તટસ્થ તપાસ કરવા અંતમાં માંગ કરી હતી.

error: Content is protected !!