ધોરાજીમાં વિશ્વ મહિલા દિવસ નિમિતે કિડની દાતા મહિલાનું સન્માન કરાયુ.

ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા અને મજુરી કામ પેટીયુ રળતા એવા રુપાપરા પરીવારના મુકતાબેન પરસોતમભાઇ નામની મહીલાએ પોતાની એક કીડની એક મહીલાને નિશ્ર્વાર્થ ભાવે ડોનેટ કરી સમાજનો નવો રાહ ચીંધ્યો છે. આ અંગે મોતીનગરની મહીલાઓએ કીડની દાતા મુકતાબેન રુપાપરાનું સન્માન કર્યુ હતુ.

આજે વિશ્ર્વ મહીલા દિવસ નીમીતે એક મહીલાએ બીજી મહીલાને કીડની આપી નવજીવન આપેલ અને અમુલ્ય જીંદગી મળેલ તે બદલ આ મહીલાને બિરદાવવામાં આવી હતી. આ તકે મોતીનગર ખાતે મહીલા મંડળની બહેનોએ મુકતાબેન રુપાપરાને પુસ્પ ગુછ આપી શાલ ઓઢાડી સન્માનીત કરેલ અને તેઓની સેવાઓને બીરદાવી હતી. આ તકે ડો. જાનકીબેન કાછડીયા, એડવોકેટ અંજુબેન બાબરીયા અને મહીલા મંત્રી અસ્મીતાબેન ગજેરા, વર્ષાબેન રુપાપરા, શોભાબેન રૂપાપરા, હર્ષાબેન વઘાસીયા , રીનાબેન વૈષ્ણવ , અવનીબેન અમૃતીયા, રુપલબેન, ગીતાબેન કોટડીયા, પૂર્વબેન રાબડીયા, દિવ્યાબેન કોટડીયા, ચંપાબેન બાબરીયા સહીતની મહીલાઓએ કીડની દાતા બહેનને સન્માનીત કરી તેની સેવાઓને બીરદાવી હતી અને અન્ય મહીલાઓને પણ અપીલ કરેલ કે કોઇની જીંદગી બચાવા અન્ય મહીલાઓએ આગળ આવવુ જોઇએ

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!