Dhoraji-Rajkot ધોરાજીમાં આવેલી કિશાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીમાં મંત્રીએ પ્રમુખની જાણ બહાર કોરા ચેકમાં સહીઓ કરી ચેક વટાવી, રોજમેળ તથા પી.એફ.ખાતાવહીમાં ખોટી નોંધ કરી પોતાના પર્સનલ ખાતામાં રૂા.૧૪.૪૦ લાખ ટ્રાન્સફર કરી ઉચાપત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલી કિશાન ખેતી વિષયક સેવા સહકારી મંડળીમાં મંત્રીએ પ્રમુખની જાણ બહાર કોરા ચેકમાં સહીઓ કરી ચેક વટાવી, રોજમેળ તથા પી.એફ.ખાતાવહીમાં ખોટી નોંધ કરી પોતાના પર્સનલ ખાતામાં રૂા.૧૪.૪૦ લાખ ટ્રાન્સફર કરી ઉચાપત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ધોરાજીનાં આનંદનગરમાં રહેતા જમનાદાસ દુદાભાઈ બાલધા (પટેલ) ઉ.વ.૬૫ નામના વૃધ્ધે ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ખેતીકામ અને જંતુનાશક દવાનો વેપાર કરે છે. તેમજ ધોરાજીમાં વડલી ચોકમાં આવેલી કિસાન ખેતી વિષયક સેવા સહકારી મંડળી લી.માં પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારી આ મંડળીમાં કુલ ૧૪ જેટલા સભ્યો છે. અમારી આ સહકારી મંડળીમાં નટવરલાલ નાથાલાલ બાલધા મંત્રી તરીકે ફરજ બજાવે છે.
આ સહકારી મંડળીમાં નોકરી કરતા બધા કર્મચારીને પગાર ધોરણ તથા પીએફ તથા જી.એફ પણ મળતુ હોય છે. આ નટવરલાલ બાલધાએ તા.૧૮-૭ ના રોજ મીનીટ બુકમાં કમીટીના સભ્યોએ રાજીનામું મંજુર કર્યુ હતું. તેમજ કોઈપણ જાતની ગેરરીતી કે ઉચાપત નીકળે તો તેની જવાબદારી પણ નટવરલાલની રહેશે. તેવી શરતે રાજીનામું સ્વીકાર્યુ હતું. અમારી સહકારી મંડળીનું રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.ના સહયોગ શાખા કુંભારવાડા ધોરાજીમાં બેન્ક ખાતુ આવેલ છે અને મંત્રી નટવરલાલ નાથાભાઈ બાલધાને પણ તે શાખામાં બેન્ક ખાતુ છેઆ ખાતામાં મંડળીની કુલ ૧૭ ફીકસ ડીપોઝીટો તા.૭-૪-૨૦૨૦ ના રોજ આ નટવરલાલ નાથાભાઈ બાલધાએ વટાવી રૂા.૧૨,૦૫ લાખની રકમ મંડળીમાં પડેલ સહી વાળા ચેક વટાવી પોતાના પર્સનલ ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા એમ કુલ રૂા.૧૨.૬૩ લાખ પોતાના ખાતામાં જમા કરેલા છે. હું બહારગામ હતો ત્યારે આ નટવરલાલ બાલધાએ ખોટો ઠરાવ કર્યો હતો. બાકીના સદસ્યોને બોલાવી ઠરાવ નં.૫ થી આર્થિક લાભ લેવા માટે ખોટા દસ્તાવેજો ઉભા કરી કુલ પાંચ ફીકસ ડીપોઝીટ વટાવી હતી. નટવરલાલનું ખાતુ રાજકોટ ડીસ્ટ્રીકટ ધોરાજી શાખામાં હતું જેને મંડળીનાં કોરા ચેકમાં રકમ ભરી સહીઓ કરી રોજમેળમાં કુટનીતીથી ખોટી એન્ટ્રી કરી રૂા.૨.૧૨ લાખ પોતાના વ્યકિતગત પ્રોવીડન્ડ ખાતામાં જમા લઈ લીધા હતા. આમ, નટવરલાલ બાલધા સંસ્થાના નોકર હોવા છતાં વિશ્ર્વાસ ઉપર કોરા ચેકમાં મારી સહીઓ હોય જેનો દુર ઉપયોગ કરી જાણ બહાર ચેક વટાવી તથા રોજમેળમાં ખોટી સહી કરી રૂા.૧૪.૪૦ લાખની ઉચાપત કરતા ફરીયાદ નોંધાવી હતી

અહેવાલ:- સકલૈન ગરાણા ધોરાજી

error: Content is protected !!