Gondal-Rajkot ગોંડલ શહેર માં આવેલી ગંગોત્રી સ્કૂલમાં શિલ્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો…


  ગોંડલ  શહેરના ગુંદાળા રોડ પર આવેલ ગંગોત્રી સ્કુલ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 10 અને 12 કોમર્સ અને સાયન્સના બોર્ડના ધોરણમાં અભ્યાસ કરી માર્ચ 2020 ની પરીક્ષામાં બોર્ડમાં ટોપ ટેન આવેલ વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલમાં પ્રથમ દ્વિતિય અને તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર શિંગાળા ઋત્વી તેમજ અમૃતિયા નિરાલીએ 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ સ્કૂલ દ્વારા લેપટોપ આપવામાં આવ્યું હતું. તેમજ ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી ડોબરીયા સુમને NEET-2020 ની પરીક્ષામાં 720 માંથી 651 માર્ક્સ મેળવતા સ્કૂલ તરફથી તેમને પણ લેપટોપ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ધોરણ – 10 મા બોર્ડ ટોપ ટેન માં આવનાર વેકરીયા દર્શન તેમજ ધોરણ – 12 કોમર્સ માં બોર્ડ ટોપ ટેનમાં આવનાર વોરા પ્રતિક, સરવૈયા આરતીબા, ડોડીયા શ્રધ્ધા, સાકરીયા અંજલી અને સખિયા પૂજા તેમજ ધોરણ 12 સાયન્સમાં ગોંડલ સેન્ટરમાં પ્રથમ આવનાર ચુડાસમા દિવ્યરાજ અને NIT માં એડમિશન મેળવનાર વ્યાસ સરયુ ઉપરોક્ત બધા જ વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ટેબલેટ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મેડીકલ તેમજ ગુજરાતની નામાંકિત એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન સંદિપ છોટાળા, પ્રિન્સિપલ કિરણબેન છોટાળા, ટ્રસ્ટી દિલીપભાઈ હડિયા, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર દિપેન છોટાળા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની જહેમત સ્કૂલની મેનેજમેન્ટ ટીમ તેમજ શિક્ષકો દ્વારા ઉપાડવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું.  

error: Content is protected !!