Dhoraji-Rajkot ધોરાજી સબ રજીસ્ટાર કચેરી ના સર્વર ડાઉન થતાં દસ્તાવેજોની નોંધણી તથા ટાઇટલ કિલયર રિપોર્ટ માટે રોજદારો ને ધક્કા ખાવાનો વારો આવ્યો.


ધોરાજી સબ રજીસ્ટાર કચેરી ના સર્વર ડાઉન થતાં દસ્તાવેજોની નોંધણી તથા ટાઇટલ કિલયર રિપોર્ટ માટે જરૂરી તેવા સર્ચ રિપોર્ટ છ તાલુકામાં બંધ થઈ ગયા છે.
રેવન્યુ પ્રેકિટસ કરતા અને તેમાં પણ ખાસ કરીને ટાઇટલ કલીયરન્સ રિપોર્ટ માટે નિમાયેલા પેનલ એડવોકેટ તરફથી સબ રજીસ્ટાર કચેરીમાં રેકોર્ડની સર્ચ લેવાનું ફરજિયાત હોય છે. આવા સંજોગોમાં હાલમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારશ્રી તરફથી ઓનલાઇન પેમેન્ટ નું પોર્ટલ બનાવેલું છે પરંતુ આ પોર્ટલ મોટાભાગે બંધ રહે છે અથવા તો તેમાંથી પેમેન્ટ ટ્રાન્સફર થઇ રહ્યું નથી આ અંગે રેવન્યુ પ્રેકિટશનર એડવોકેટ તરફથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેનો કોઇ નિકાલ થઇ રહ્યો નથી.ધોરાજી સિનિયર રેવન્યુ પ્રેકટીશનર કાર્તિકેય પારેખે જણાવ્યું હતું કે રજુઆત કરવા છતાં છેલ્લા પંદર દિવસથી ખૂબ જ તકલીફ પડી રહી છે સાઇબર ટ્રેઝરી ચાલી રહી નથી અને આવા કારણોસર ઘણી બેંકોના લોનના ટાઇટલ કિલયર અટકી રહ્યા છે તેની અસર ગ્રાહકો પર થઈ રહી છે. અને આ તબક્કે તાત્કાલિક અસરથી જેમની શકિત હોય તે ક્ષતિ દૂર કરી અને સુચારુ રૂપે વહીવટ ચાલે અને ઓનલાઇન પેમેન્ટ માં કોઈ તકલીફ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા ઇન્સ્પેકટર જનરલ ઓફ રજીસ્ટ્રેશન તથા જીલ્લા રજીસ્ટ્રારશ્રી ને રજૂઆતો કરવામાં આવેલી છે.
જે અન્વયે જીલ્લા રજીસ્ટ્રારશ્રી સવાણીએ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની ખાતરી આપેલી છે

અહેવાલ:- સકલૈન ગરાણા. ધોરાજી

error: Content is protected !!