Gondal-Rajkot મોવિયા ખાતે સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા માં આગામી તા૩૧-૧-૨૦૨૧ ને રવીવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ ભવ્ય આયોજન.

સંતશ્રી ખીમદાસ બાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા માં આગામી તા 31-1-21 ને રવીવારે “ખીમદાસ બાપુ” એવોર્ડ સમારંભનુ આયોજન જગ્યા ના ગાદીપતિ પ. પુ. મહંતશ્રી ભરતબાપુ તથા ગોંડલ રાજવી પરીવારના રાજકુમાર જયોર્તીમયસીંહજી ઓફ હવામહેલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી રહ્યું છે. સતત રોટલો અને ઓટલો આપતી વર્ષો જુની દેહાણની આ જગ્યામાં જયા ટુકડો ત્યાં હરી ઢુંકડોની સાથે સાથે દર વર્ષે વિશીષ્ટ રીતે સમાજ ને ઉપયોગી થનાર બહુમુખી પ્રતીભા ધરાવનાર વિશીષ્ટ વ્યક્તિઓ ને “ખીમદાસ બાપુ” એવોર્ડ સમીતી દ્વારા એમના જગ્યામાં ઓવારણા લઈને આશીર્વાદ આપવામાં આવે છે. 2021 નો આ વખત નો “ખીમદાસબાપુ” એવોર્ડ મહેસુલ વિભાગમાં ડે. કલેકટર શ્રી રાજેશ કુમાર આલ સાહેબ ને, ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના ઉપ કુલપતિ શ્રી વિજયભાઇ દેશાણી ને, પોલીસ વિભાગમાં ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ના પી.એસ. આઇ.શ્રી બી. એલ. ઝાલા સાહેબ ને, લોક સાહિત્ય માં હરદેવભાઇ આહીર, સંગીત વિભાગમાં, ધર્મેશભાઇ પંડયા, ઔધોગિક વિભાગમાં ઉધોગ ભારતી ના ચેરમેનશ્રી ચંદ્રકાન્ત ભાઇ પટેલ, સ્વાસ્થ્ય વિભાગમાં, બ્લોક હેલ્થ ઓફીસર ડો.બી એચ ગોયેલ સાહેબ ને, શૈક્ષણિક વિભાગ મા,મણીલાલ દુદાણી સરવોદય શૈક્ષણિક શંકુલને, અને સમાધીસ્થ સંતો ની સેવા કરનાર સાચા સેવક શ્રી બાલાભાઇ રાદડીયાને આ એવોર્ડ અર્પણ થવા જય રહ્યો છે. સાધુ સંતો ના સંપ્રદાયોમાં વણ લિખિત એવી માન્યતા હોય છે કે સિધ્ધ ક્ષેત્રમાં ઓછામાં ઓછું બાર વર્ષ રહેવું. આવા સિધ્ધ ક્ષેત્રોમાં હિમાલયમાં જ્ઞાન ગંજ,નર્મદા કિનારો,વિંધ્યાચલ, ગિરનાર,આબુ વગેરેનો સમાવેશ થાય છે.આ ક્ષેત્રોમાં સાધકને ઝડપથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે.સૂક્ષ્મ દેહે વિહરતા સિધ્ધો પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.ગિરનાર ક્ષેત્રમાં કે અન્ય સિધ્ધ ક્ષેત્રમાં બાર વર્ષ રહેવું એને સાધુશાહી ભાષામાં જોગ કમાવવો કહે છે. તેવીજ રીતે દરેક ક્ષેત્રમાં શાક્ષી ભાવે જો યોગ્ય જવાબદારી પૂર્ણ નીષ્ઠા સાથે નીભાવવામાં આવે ત્યારે એ તપના ફળ સ્વરૂપે વ્યક્તિ નુ બહુમાન થતું હોય છે. કબીર સાહેબે કમાલને કહ્યુ હતુ. બે વાત મારી તુ ધ્યાન થી સાંભળી લેજે કંઈ દેવુ હોય તો ભુખ્યા ને રોટલો આપજે અને લેવુ હોય તો હરીનુ નામ લેજે… સૌરાષ્ટ્ર કચ્છ ની દેહાણ ની જગ્યા ના સંતો એ હાલતુ ચાલતુ તીરથ છે જેમના દર્શન થકી ભવોભવના પાપો નો નાશ થાય છે એમનો ખોળો માતા ની ગોદ જેવો હોય છે એમના ચરણોમાં આળોટવા નુ ભાગ્ય નશીબદાર વ્યક્તિઓને જ મળતુ હોય છે. “ખીમદાસ બાપુ” એવોર્ડ સમીતી ના સભ્યો સાથે સંકલન ની જવાબદારી સંભાળી આ ક્રાયક્રમ ને સફળ બનાવવા માટે પુ. અલ્પેશબાપુ મોવિયાધામ વડવાળી જગ્યા, તેમજ એશીયાટીક કોલેજના ગોપાલભાઇ ભુવા, અશોકભાઇ શેખડા, મનીષભાઇ જોષી સર્કલ ઓફીસર, રવીભાઇ ખુંટ, જીજ્ઞેષભાઇ ખુંટ, ધીરુભાઇ ધડુક જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!