Shapar-Veraval શાપર વેરાવળનો પરપ્રાંતીય શખસ પિસ્તોલ અને તમંચા સાથે ઝડપાયો.

બિહારથી ગેરકાયદેસર હથિયાર વેચવા લાવ્યો હોવાની કબૂલાત: ગ્રામ્ય એસ.ઓ.જીના પીઆઈ એ.આર.ગોહિલ અને ટીમની કામગીરી

કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ગામેથી રાજકોટ ગ્રામ્ય એસઓજીએ મૂળ યુપીના અને શાપર વેરાવળમાં રહેતા પરપ્રાંતિય શખ્સને પિસ્તોલ અને તમંચા અને કારતુસ સાથે ઝડપી લીધો હતો આ શખ્સ બિહારથી ગેરકાયદેસર રીતે પિસ્તોલ આવીને રાજકોટમાં વેચવાની તૈયારી માં હતો તે પૂર્વે જ રાજકોટ એસ.ઓ.જી.ના પી.આઇ એ.આર.ગોહિલ અને તેમની ટીમે તેને ઝડપી લઇ તેની વિશેષ પૂછપરછ શરૂ કરી છે. કોટડાસાંગાણીના હડમતાળા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એટર્નલ એલોય કાસ્ટ કારખાના તરફ જવાના રસ્તે થી રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એ.આર.ગોહિલ અને તેમની ટીમે ગોઠવેલી વોચ દરમિયાન ગેરકાયદેસર રીતે દેશી બનાવટની પિસ્તોલ અને તમંચા તેમજ ચાર કારતૂસ સાથે મૂળ યુપીના બાંદા જિલ્લા ના નિઝામપુર ના વતની અને હાલ કોટડાસાંગાણીના શાપર-વેરાવળ પાસે આવેલા સર્વોદય સોસાયટીમાં રહેતા અને કારખાનામાં મજૂરી કામ કરતાં રસીદ ખાન નસીબ ખાન પઠાણ (ઉં.વ.૧૯) ને ઝડપી લીધો હતો રસીદ ખાન બિહારથી ગેરકાયદેસર રીતે આ પિસ્તોલ લઈ આવ્યો હતો અને તે વેચવાની તૈયારી માં હતો તે પૂર્વે જ ગ્રામ્ય એસ.ઓ.જી.ના પી.આઇ એ.આર.ગોહિલ તથા પીએસઆઈ એચ.એમ.રાણા અને એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પરવેઝભાઇ સમા તથા અમિતભાઇ કનેરીયા તેમની ટીમે બાતમીના આધારે તેની ધરપકડ કરી તેની વિશેષ પૂછપરછ શરૂ કરી છે.

શાપર-વેરાવળ-રાજકોટ:-સુનિલ પુરોહિત દ્વારા.

error: Content is protected !!