Limbdi-Surendranagar લીંબડી માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અભિવાદન કાર્યક્રમ યોજાયો.

લીંબડી ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખ ના વરદ હસ્તે લાભાર્થીઓને રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા..

લીંબડી માં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો હેઠળ ૧૦ લાખ કુટુંબોના પચાસલાખ લાભાર્થીઓ નો સમાવેશ કરાયો ઓનલાઇન કાર્યક્રમ લીંબડી એ.પી.એમ.સી માં લીંબડી ધારાસભ્ય કિરીતસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા ની ઉપસ્થિત માં યોજાયો. લીંબડી તાલુકાના લાભાર્થીઓ રહ્યાં ઉપસ્થિત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓ ને યોજના થી માહિતગાર કરવા અને નવીન રેશન કાર્ડ વિતરણ કરવા રાજ્યના 101 તાલુકાઓમાં ઓનલાઇન મુખ્યમંત્રીના onscreen ઉદબોધન સાથે લીંબડી તાલુકાના અલગ-અલગ કેટેગરીના દિવ્યાંગ શ્રમિકો N S A P વૃદ્ધ વિધવા સહિતના ટોટલ ૬૧૬ લાભાર્થીઓ છે તેમાંથી આ કાર્યક્રમમાં હાલ માં 12 લાભાર્થીઓ ને સરકારશ્રીના યોજના રેશનકાર્ડ સ્થાનિક ધારાસભ્ય કિરીટ સિંહ રાણા, તથા જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા તથા અન્ય મહાનુભાવોમાં મામલતદાર અને ટીડીઓ, ભાજપ આગેવાનો ના હસ્તે વિતરણ કર્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ઉદબોધનમાં જણાવ્યું ગરીબની થાળીમાં રોટલો કોરોના કાળ, લોકડાઉન ના કપરા સમયમાં પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું હતું અને વડાપ્રધાન દ્વારા વન રેશનકાર્ડ અને વન નેશન કાયદા દ્વારા રેશનકાર્ડનો લાભાર્થી ગમે ત્યાં ગમે તે દુકાનદાર પાસેથી અનાજ નો લાભ મેળવી શકે છે તેવું જણાવ્યું હતું.

આ કાર્યક્રમ માં મહાનુભાવો માં શંકરલાલ દલવાડી, રાજભા ઝાલા, બીપીનભાઈ પટેલ, હરપાલસિંહ ઝાલા, કાજલબેન શેઠ, બીપીનભાઈ પટેલ, લાલજીભાઈ કમેજળીયા, દેવજીભાઈ વાઘેલા, લીંબડી તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, લીંબડી મામલતદાર આર.એલ.કનેરીયા, લીંબડી નાયબ મામલતદાર પુરવઠા ડી.કે.રોજસરા, નાયબ મામલતદાર વિરલ શુક્લ અને તેમની ટીમ દ્વારા ખુબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.અને સમગ્ર કાર્યક્રમ સમાપન માં લીંબડી નાયબ મામલતદાર વિરલ શુક્લ એ આભાર વિધિ કરવામાં આવી હતી.

રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી

error: Content is protected !!