Gondal-Rajkot રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોંડલ ખાતે સદભાવ બેઠક નું આયોજન થયેલ જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અને સામાજીક સમરસતા બાબત નું માર્ગદર્શન આપવામાં આવેલ.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજીક સમરસતા બાબતે જીલ્લા અને તાલુકા સ્તરે સદભાવ બેઠક નું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને તા.8/01/2021 ના રોજ ટાઉન હોલ ખાતે ગોંડલ શહેર અને તાલુકાની સામાજીક સદભાવ બેઠક નું આયોજન કરવામાં આવેલ જેમાં શહેર અને તાલુકાના તમામ સમાજના પ્રમુખ, મંત્રીઓ, સામાજીક અગ્રણીઓ, માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન, ડિરેક્ટરો તેમજ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો, સહકારી મંડળીના પ્રમુખ અને મંત્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો, તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના હોદેદારો સહિત બહોળી સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સામાજીક સમરસતાના અખિલ ભારતીય સહ સંયોજક શ્રી રવિન્દ્ર કિરકોલે પૂના મહારાષ્ટ્ર થી વિવિધ સમજો વચ્ચે અરસપરસ સદભાવ દ્વારા સામાજીક સમરસતા માટે ખાસ માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેલ. બેઠકમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન બાબતે સામાજીક સદભાવના જીલ્લા સંયોજક શ્રી ગોપાલભાઈ ભુવા, નગર સંઘચાલકજી શ્રી નિર્મળસિંહ ઝાલા, તાલુકા કાર્યવાહ સુનિલભાઈ બરોચિયા તથા સહ જીલ્લા સંઘચાલકજી શ્રી ચંદુભાઈ ચોવટિયાએ વિશેષ માર્ગદર્શન આપેલ.

સામાજીક સમરસતા થી અલગ અલગ સમાજો વચ્ચે સદભાવ અને એકતાનું નિર્માણ થાય તે વિષય પર ભારત વર્ષના તમામ સમાજનું એકીકરણ કરી શકાય તે બાબતે આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનીએ ચર્ચા કરી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન ને જનઅભિયાન બનાવવા માટે સંઘ ના માર્ગદર્શન મુજબની યોજના સમગ્ર શહેર અને તાલુકા માં પોતાના વિસ્તારમાં અમલમાં મૂકવા માટે સંકલ્પ કરેલ. તથા રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન તા. 15 જાન્યુઆરીથી શરૂ થતા પહેલાની પૂર્વ તૈયારી કઈ રીતે કરી શકાય તે બાબતે આયોજન કરેલ. ગોંડલ શહેર અને તાલુકામાં અલગ અલગ જ્ઞાતિના લોકો સુમેળ ભર્યું વાતાવરણ હોવાનું આ સફળ સદભાવ બેઠકથી ફલિત થયેલ, તથા સામાજીક સમરસતા દ્વારા અરસપરસ સદભાવનું વાતાવરણ સ્થાપિત થયેલ.

error: Content is protected !!