Upleta-Rajkot ઉપલેટા ભાજપમાં જોડાયેલા હાલના બે સુધરાઈ સભ્ય કોંગ્રેસના નહીં હોવાનું જણાવતા શહેર કોંગ્રેસ પ્રમુખ.

4 મહિના પહેલા જ કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું જણાવતા પ્રમુખ ચોટાઈ

ઉપલેટા શહેરમાં થોડા દિવસ પૂર્વે જ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ઉપલેટા નગરપાલિકાના હાલના બે સુધરાઈ સભ્યોને ભાજપ પક્ષનો ખેસ પહેરાવી અને ભાજપમાં જોડ્યા છે ત્યારે ભાજપ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા એવું જણાવાયું હતું કે આ બંને સુધરાઈ સભ્યો કોંગ્રેસ પક્ષના સુધરાઈ સભ્યો છે અને હાલ આ સભ્યો ભાજપમાં જોડાયા છે.

આ સાથે ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા જણાવાયું કે થોડા સમય પહેલાં જ ઉપલેટા નગરપાલિકા પ્રમુખની ચૂંટણી હતી ત્યારે પક્ષવિરોધી કામ કરનાર આ બંને સુધરાઈ સભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી તથા પ્રદેશ અધ્યક્ષના લેખિત પત્ર સાથે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે તેવા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવાયું હતું સાથે એ પણ જણાવાયું હતું કે ભાજપમાં જે બે સુધરાઈ સભ્યો જોડાયા છે તે કોંગ્રેસ પક્ષના છે જ નહિ. ભાજપ દ્વારા જે કોંગ્રેસને બદનામ કરવાનું કામ ભાજપ પક્ષ કરી રહ્યું છે તે ન કરવું જોઇએ અને આ અંગે ભાજપ પક્ષના નેતાએ જાહેરમાં જણાવવું જોઈએ કે આ ખરેખર કોંગ્રેસના સુધરાઈ સભ્યો છે કે નહીં તેવું ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા જણાવાયું હતું.

અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા

error: Content is protected !!