Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજી ભાદર ડેમ- 2 ના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા


કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા એ રજૂઆત કરી રૂપિયા ચાર લાખ કરતા પણ વધારે રકમ સિંચાઇની ખેડૂતો માટે પોતે ભરવાથી આ પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવતા સિંચાઈ અધિકારી
16498 ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોય
જેને લઇને નદીના પટમાં ન જવા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ અને પોરબંદર તાલુકાના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે


આ પાણી છોડવાથી ધોરાજી થી લઈને પોરબંદર સુધીના ભાદર કાંઠાના સો જેટલાં ગામડાના લોકોને 15 હજાર એકર જમીનમાં પિયત માટે સિંચાઇનો લાભ મળશે તેવું ધોરાજી ભાદર-૨ સિંચાઇના સેકશન ઓફિસર એમપી બુટાણી તથા નાયબ કાર્યપાલક ઇજનેર ડીએન જાદવની યાદીમાં જણાવાયું છે
આ પાણી છોડાવવા માટે કુતિયાણાથી સુરેશભાઈ કડછા અને વજસીભાઈ ઓડેદરા આવી પહોંચ્યા હતા
જેને લઇને ખેડૂતોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે

ધોરજી:- સકલૈન ગરાણા દ્વારા

error: Content is protected !!