Jasdan -Rajkot જસદણના શિવરાજપુરમાં તરૂણને વિજશોક લાગ્યોઃ ૧૦૮ ની ટીમ ખંભે બેસાડીને એબ્યુલન્સ સુધી લાવી

જસદણ તાલુકાના શિવરાજપુરમાં તરૂણને વિજ શોક લાગતા ૧૦૮ એમ્બુલન્સ ટીમ ખંભે બેસાડીને એબ્યુલન્સ સુધી લાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ જસદણના શિવરાજપુરમાં અગાસીની છત ઉપર રમી રહેલ સોનું ગોપાલભાઇ આદિવાસી ( ઉવ .૨૦ ) ને વિજકરંટ લાગતા દોડધામ મચી ગઇ હતી.છત પાસેથી પસાર થતા વીજ વાયરને અડી જતા જોરદાર કરન્ટ લાગતા ૧૦૮ એમ્બુલન્સ ટીમને બોલાવવામાં આવતા પાયલોટ દેવાયતભાઇ અને ઇએમટી કિશોર બાંભણીયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ૧૦૮ એમ્બુલન્સ ઘટનાસ્થળ સુધી જઇ શકે તેમ ન હોવાની ૧૦૮ એબ્યુલન્સ ટીમે ઇજાગ્રસ્ત બાળકને ખંભે ઉંચકીને ૧૦૮ એમ્બુલન્સમાં પહોંચાડીને જસદણ સારવાર માટે ખસેડાયો છે. તાબડતોબ સારવાર મળતા આ તરૂણ ભય મુકત છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!