જીવનનો અમૂલ્ય ખજાનો એટલે સમય.


              આપણા જીવનની સૌથી અમૂલ્ય વસ્તુ કઈ? તો જવાબ છે “સમય”.  સમય શું છે? કેમ સમયને આટલું મહત્વ આપવામાં આવે છે? તો વાસ્તવમાં સમય અવિરત ચાલતી એક પ્રક્રિયા છે. કદાચ માનવ સૃષ્ટિના ઉદ્ભવ પહેલા પણ સમયનું જ અસ્તિત્વ હશે એવું હું માનું છું. સમયની માયાજાળ એવી અઘરી છે, એવી અસરદાર છે કે રાજાને  રાંક અને રાંકને રાજા થતા વાર લાગતી નથી. એટલે સમય અને જો આપણે સાચવવું તો ને તો જ સમય આપણને સાચવશે. 
     આપણે લાખો વાર આ વાતો સાંભળી હશે કે, ” સમયની કદર કરો તો સમય તમારી કદર કરશે.”  તો અહીં એક વાત સ્પષ્ટ છે કે સમયની અગત્યતા ખૂબ છે અને સમય પાસે કોઈ અદ્રશ્ય શક્તિ પણ છે. આ શક્તિનો આપણે અનુભવ એક યા બીજી રીતે કરતા જ હોઈએ છીએ.  જેમ સુખ-દુઃખ, પ્રેમ, લાગણી, કરુણા, વિશ્વાસ જેવા ભાવો ખરીદી નથી શકતા તેમ જ સમયને પણ કોઈ ખરીદી  શકતું નથી . સમય આ બધા કરતા શક્તિશાળી છે. સમય, એક એવી ઈશ્વરીય બનાવટ છે જે બધું જ કરી શકે છે. ત્રણ કાળનો અધિપતિ સમય જ છે. આપણા જીવનના મોટામાં મોટા અને ઉંડામાં ઊંડા ઘાવ પણ આ સમય નામના ડોક્ટર સાહેબ ભરી આપે છે. સમય દરેક સ્તર પર કામ કરે છે પછી એ આર્થિક હોય, સામાજિક હોય, કે રાજકીય હોય. આ બધો સમયનો જ ખેલ છે. આ સમયનો ઇતિહાસ અતિભવ્ય છે, વૈવિધ્યથી સભર છે. બધા જ ભાવથી ભરપૂર અતિ વિશાળ છે. 
        માણસ જન્મ લે છે ત્યારથી લઈને તેના મૃત્યુ સુધી અને પાછા મૃત્યુ બાદના જન્મથી લઇ બીજા મૃત્યુ સુધી.  આ જન્મ-મરણના ચક્ર વચ્ચેનો ગાળો જન્મ પહેલા અને પછી, મૃત્યુ પહેલા અને પછી બધે જ સમય છે. આ આખી પ્રક્રિયા તેને આધીન છે. સમય માટે આપણે કેટલા બધા વાક્યો બોલીએ છીએ “હવે મારો સમય આવી ગયો છે.” ( મૃત્યુના અભિગમથી) “બધાનો એક દસકો હોય છે.” “મારા ભાઈ સમય બળવાન છે.” “સમય- સમયની વાત છે.” “એનો પણ એક સમય હતો!” ” એને તો સમય બતાવસે.” આ અને આવી અને વાતો સમય સાથે જોડાયેલ છે. જો તમારો સમય સારો હશે તો આખી દુનિયા તમારી પાછળ. પણ જો તમારો સમય ખરાબ હશે તો તમે આખી દુનિયાની પાછળ. અહીં એક વાત મારે સ્પષ્ટ કરી દેવી છે કે, સમયનો પણ સમય હોય છે. ક્યારે પણ એકસરખો સમય રહેતો નથી. એમાં ઉતાર-ચઢાવ અવશ્ય આવે છે. સમયનું ગણીત  કોઈ  સમજ્યું નથી શક્યું. માટે જ સમયની કદર કરવાનું શીખવવામાં આવે છે. સમયને ક્યારે પણ પડકાર આપવો ન જોઈએ સમયની વિરોધમાં જો સંઘર્ષ શરૂ કરશો અંતે તેના દુષ્ટ પરીણામો આપણે જ ભોગવવાના રહેશે. કેમકે, સમય જ્યારે આપણી સાથે હોય આપણી તરફેણમાં હોય, ત્યારે આપણને તેની કદર નથી હોતી. પણ જ્યારે તે જ સમયે આપણી વિરોધમાં જતો રહે છે ત્યારે જ તેનું મહત્વ સમજાય છે. 
         હવે અહીં બીજો પ્રશ્ન એ થાય કે તું શું સમય સારો કે ખરાબ હોય છે? તો સાંભળો જવાબ હા કે ના બંને હોય શકે કેમકે સારી-ખરાબ બધી બાબતો પરિસ્થિતિ પર આધાર રાખે છે. અને પરિસ્થિતિ પણ સમયને આધીન છે. તો એનો મતલબ એ થયો કે આપણે કેવી પરિસ્થિતિ ઊભી કરીએ છીએ કે ઊભી થયેલી પરિસ્થિતિને કેવી રીતે નિભાવીએ છીએ તે બાબત આગળ જતાં સારા-ખરાબ સમયને લાવે છે.  યુગોના યુગો આ સમયના પેટ સુધી પહોંચી ગયા છે. આપણા વારસા, પ્રાચીન સંસ્કૃતિઓ, ઇતિહાસ બધું જ સમયના ચક્રની સાથે ફરે છે પરિવર્તન એ સમયની ઇચ્છાશક્તિનો જ ભાગ છે. વિદ્વાનો, પંડિતો, બુદ્ધિજીવીઓ, તત્વચિંતકો અને આ બધાથી પર ભગવાન પણ આ પૃથ્વી પર જ્યારે જ્યારે અવતાર લે છે. ત્યારે ત્યારે તેમણે પણ સમયનું મૂલ્ય આપણને સમજાવ્યું છે.  આ બાબત પરથી આપણે સમજવાનો તો પ્રયત્ન કરવો જ જોઈએ કે આ ની અગત્યતા કેટલા હદ સુધી છે. 
      સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે. ….         “સમય વીતી ગયા પછી લીધેલા સાચા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી. ”             એક સરસ વાક્ય: “આજની સવાર એટલે બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ.”

Mob. 9106517572

error: Content is protected !!