Bhadla-Rajkot ભાડલા પો.સ્ટેના આપહરણનાગુન્હાના આરોપીને પકડી તથા ભોગબનનારને શોધી પરત કરતી એસ.ઓ.જી.બ્રાંચ રાજકોટ ગ્રામ્ય,

 પોલીસ અધિક્ષક બલરામમીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર  એ.આર.ગોહીલ ના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી બ્રાંચનો સ્ટાફ રાજકોટ જીલ્લામાં ગુન્હાના કામે નાસ્તા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલનાઓએ ટે્કનીકલ સર્વેલન્સથી ખાત્રી કરી જણાવેલ કે ભાડલા પો.સ્ટેના પાર્ટ બી.ગુ.ર.નં.૩૪૪/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૬૩,૩૬૬ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૨)(૫) મુજબના કામનો આરોપી મુકેશ સોમાભાઇ માંડાણી જાતે.કોળી ઉવ.૨૫ રહે.મુળ નાના કંથારીયા(ઝુપડા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર હાલે રાજકોટ માધવ વાટીકા શેરી નં-૧ મકાન નં-૪ વાળો તેમજ ભોગબનનાર બાળા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે હોવાની હકિકત મળતા પો.ઇન્સ સાહેબની સુચનાથી રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી આરોપી મુકેશ સોમાભાઇ માંડાણી તેમજ ભોગબનનાર બાળાને શોધી અને ભાડલા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવા સોપી આપેલ છે. 

પકડાયેલ આરોપીમાં (૧) મુકેશ સોમાભાઇ માંડાણી જાતે.કોળી ઉવ.૨૫ રહે.મુળ નાના કંથારીયા(ઝુપડા) તા.ચોટીલા
જી.સુરેન્દ્રનગર હાલે રાજકોટ માધવ વાટીમાં શેરી નં-૧ મકાન નં-૪
(૨) ભોગબનનાર બાળાને પરત કરેલ છે.
તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઃ-
એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહીલ તથા પો.હેઙ.કોન્સ જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિત નાં એ ફરજ બજાવી હતી.

error: Content is protected !!