Talala- Gir Somnathગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર ના સીદી બાદશાહ આર્મી જવાન અરુણાચલ પ્રદેશ શરહદે થયેલા માર્ગ અકસ્માત મા શાહિદ થતા તેમના માનમાં શ્રદ્ધાંજલી અર્પિત કરવા તાલાલા ગીર બપોર સુઘી સજ્જડ બંધ રહ્યું : વીર જવાન ને ભીની આંખે શ્રદ્ધાંજલિ.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર ના સિદી આદિવાસી યુવાન ઇમરાનભાઈ કાળુભાઇ સાયલી (ઉ.૩૧). અરુણાચલ પ્રદેશ ની સરહદ ઉપર ૨૯ ના રવિવારે થયા ના સમાચાર તાલાલા ગીર વિસ્તાર માં આવતા સર્વત્ર ગમગીની પ્રસરી ગઈ હતી. આજે બપોરે ૨ વાગ્યે શાહિદ યુવાન ની સંપૂર્ણ માન સમ્માન સાથે દફન વિધિ થશે. તાલાલા ના ચેમ્બર ઓફ કૉમેર્સ તેમજ વિવિધ સંગઠનો દ્વારા અડધો દિવસ બંધ પાડવાની અપીલ કરાઈ હતી તેમના માનમાં તાલાલા શહેરે આજે બપોર સુધી સજ્જડ બંધ પાળવામાંમા આવ્યો હતો વીર જવાન ને ભીની આંખો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી.
