Vinchhiya-Rajkot વિંછીયામાં સરકારી તંત્ર દ્વારા લોકોને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન કરાવવાની કાર્યવાહી કરાઈ.

દિવાળી પછી રાજ્યમાં જ નહી પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેથી ગુજરાત રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યુંની જાહેરાત કરી છે. બીજી તરફ કોરોનાને કાબુમાં લેવા માટે સરકાર તરફથી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગના નિયમોનું પાલન ન કરનારા લોકો સામે કડક હાથે કાર્યવાહી લેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. જેના ભાગરૂપે વિંછીયામાં મામલતદાર પી.એમ.ભેસાણીયા, તાલુકા વિકાસ અધિકારી વી.આર.રાબા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને પોલીસ તંત્ર સહિતની ટીમ દ્વારા વિંછીયાની મેઈન બજારમાં કોરોનાનું સંક્રમણ કરનારા લોકોને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા માટે આકરી વોર્નિંગ આપવામાં આવી હતી. જો હવેથી કોઈપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન નહી કરે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી દંડ વસુલ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!