Halvad-Morbi હળવદ પોલીસ દ્વારા માસ્ક વિના નિકળતા20 વાહનચાલકોને સામે કાર્યવાહી કરીને 20 હજાર નો દંડ વસુલ કર્યો

સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારોનો ‌બાદ કોરોના હાહાકાર મચાવી દીધો અને કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા વધતી જાય છે ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના થી હળવદ પોલીસ હરકતમાં આવી હળવદ  સરા રોડ પર વાહનચાલકો અને રાહદારીઓને  માસ્ક વિના ઝડપી પાડી ની  20 વાહનચાલકોને એક એક  1000 રૂપિયા દંડ કરી 20,000 રૂપિયા દંડની રકમ વસુલ કરી હતી

આમ પોલીસ હરકતમાં આવતાં માસ્ક વિના નિકળતા વાહનચાલકોને રાહદારીઓમા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
દિવાળી અને બેસતા વર્ષ ના તહેવાર બાદ કોરોના ફરી માથું ઉચક્યું છે ત્યારે ગુજરાતના અમુક જિલ્લાઓમાં સરકારે કરફ્યુ જાહેર કરી દીધું છે ત્યારે મોરબી જિલ્લામાં પોલીસ વડા ની સૂચના થી હળવદ પોલીસ સ્ટેશનના પી આઈ પી એ દેકાવાડીયા તેમજ ડી સ્ટાફના બીપીનભાઈ પરમાર. જયપાલસિંહ ઝાલા.ગીરીશદાન ગઢવી .સંજયભાઈ લકુમ ટ્રાફિક શાખાના કમલેશભાઈ બારોટ સહિતના પોલીસકર્મીઓ દ્વારા સરા ના નાકે  માસ્ક પહેરીયા વગર નિકળતા  વાહનચાલકોન ઝડપીને એક  હજાર રૂપિયાનો દંડ  વસુલ કર્યો હતો.


 આમ હળવદ  પોલીસ હરકતમાં આવતાં  માસ્ક  પહેરીયા વિના ના નિકળતા લોકોમાં ફફડાટ વ્યાપી  જવા પામ્યો આ અંગે  હળવદ પોલીસ ના પી આઈ પી એ ‌દેકાવાડીયા ને પુછતા તેવો જણાવ્યું હતું કેહળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અપીલ સાથે જણાવ્યું હતું કે હાલ કોરોના ના કેસ દિવસે વધતા જાય છે સરકાર દ્વારા કોરોના ની વેક્સિન ન આવે ત્યાં સુધી  લોકો ઘરની બહાર  નિકળે ત્યારે માસ્ક પહેરીને નીકળે અને વહીવટી તંત્ર અને પોલીસ ને સહકાર આપે તેમ જણાવ્યું હતુ.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!