કોરોના મહામારી ને લઈ ને આજરોજ ગોંડલ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી રાજેશ કુમાર આલ ની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ.

હાલ ગોંડલ શહેર તાલુકા પંથક માં કોરોના નું સંક્રમણ વધ્યું છે સાથે લગ્ન ગાળા ની સીઝન છે તેને ધ્યાન માં રાખી પ્રાંત અધિકારી શ્રી રાજેશકુમાર આલ સાહેબ ની અધ્યક્ષતા માં તથા ડી.વાય.એસ.પી શ્રી પ્રતિપાલસિંહ ઝાલા ,શહેર તાલુકા મામલતદાર શ્રી , નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી તથા ન.પા કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા તથા શાસકપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં પાર્ટી પ્લોટ, સમાજ ની વાડી તથા મેરેજ હોલ ના સંચાલક શ્રી ઓને સરકાર શ્રી ના જાહેરનામા ને સરળતા થી સમજાવવા તાકીદ ની મિટિંગ નું આયોજન કરેલ.


વર – કન્યા પક્ષે લગ્ન સમારંભ માં તથા અન્ય સમારંભ માં વધારે માં વધારે ૨૦૦ વ્યક્તિ ને જ એકત્રિત કરવાના રહેશે સાથે સોશ્યલ ડિસ્ટન્સ તથા ફરજીયાત માસ્ક તથા સેનેટાઇઝ ના નિયમો નું કડક પાલન કરવાનું રહેશે.
આ તકે પ્રાંત અધિકારીશ્રી એ પાર્ટી પ્લોટ , વાડી સંચાલકો ને ટકોર કરી હતી કે નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે અન્યથા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર ની ટિમો નિયમ મુજબ ની કાર્યવાહી કરશે…

error: Content is protected !!