Salangpur-Botad સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના ૮ કિલો સોનાના વાઘા તૈયાર કરતા લાગ્યો ૧ વર્ષ જેટલો સમય, જાણો કેવી છે વિશેષતાઓ ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે.

ગુજરાત રાજ્યના બોટાદ જીલ્લાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર પ્રત્યે વિશ્વના લાખો કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે દિવાળીના પર્વ નિમિત્તે સમૂહયજ્ઞ બાદ કષ્ટભંજન દેવને સુવર્ણ અને હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે, ભગવાનને પહેરાવવામાં આવેલ આ સુવર્ણ અને હીરાજડિત વાઘા ૮ કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે, જેની કિંમત ૬.૨૫ કરોડ રૂપિયા છે, સાથે જ શ્રીકષ્ટભંજન દેવનાં મુગટ અને કુંડળમાં રિયલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે, જેની કિંમત અંદાજે ૧ કરોડ રૂપિયા છે.

સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. જાણવા મળતી વિગતો પ્રમાણે છેલ્લા એક વર્ષથી સુવર્ણના વાઘાનું કામ ચાલતું હતું. મુગટ અને કુંડળમાં સાચા હીરા જડવામાં આવ્યા છે. આમ, સાડા છ કરોડ કરતાં વધુ કિંમતના સુવર્ણના વાઘા અને અલંકાર દાદાને ભક્તિરૂપે ભક્તોના ભાવરૂપે અર્પણ કરાયા છે. આ વાઘાનું કામ અંજારના હિતેષભાઈ સોનીએ કર્યું છે. આ ઉપરાંત રાજકોટ, જયપુરમાં પણ વાઘાનું કામ થયું છે.

સાળંગપુર મંદિરમાં અર્પણ કરવામાં આવેલા સુવર્ણ વાઘા 8 કિલો સોનામાંથી તૈયાર કરવામાં આવ્યા છે. વાઘાને સંપૂર્ણ રીતે તૈયાર થતાં ૧ વર્ષનો સમય લાગ્યો છે. ૨૨ જેટલા મુખ્ય ડિઝાઇનર આર્ટિસ્ટ સાથે મળી ૧૦૦ જેટલા સોનીએ કામ કર્યું છે અને તૈયાર થવામાં આશરે ૧૦૫૦ કલાક જેટલો સમય લાગ્યો છે. એને સ્વામિનારાયણ જ્વેલ નામની કંપની પાસે બનાવડાવ્યા છે. સુવર્ણ વાઘા એ અર્વાચીન, પ્રાચીન સુવર્ણ કળાનું કોમ્બિનેશન છે. સુવર્ણ વાઘાની પ્રથમ ડિઝાઇન કરવા માટે સ્પેશિયલ ડિઝાઇનરોની ટીમ અપોઇન્ટ કરવામાં આવી હતી. ઘણીબધી ડિઝાઇન બનાવી- તપાસી- સમયાંતરે સંતોના માર્ગદર્શનથી ફાઈનલ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

error: Content is protected !!