Jetpur-Rajkot જેતપુર પશ્ચિમ બંગાળનો એક પરિણીત મુસ્લિમ યુવાન હિન્દુ કિશોરીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો હોવાની માહિતીને આધારે ત્યાંની પોલીસ અહીં આવી બંનેને શોધી કાઢતા કિશોરી અપહરણ સમયે આરોપીને ઓળખતી પણ ન હોવાનું બહાર આવતા આખો મામલો આખો મામલો લવજેહાદનો નીકળ્યો હતો.

  પશ્ચિમ બંગાળ એટલે લવજેહાદનું એપીસેન્ટર કહેવાય છે. અહીં વિધર્મીઓ દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરીને લઈ જઈ તેણીને કુટણખાનામાં વેંચી નાખતા હોય અથવા તો તેણી પાસે પોતે જ દેહવેપારનો ધંધો કરાવતો હોવાના ઘણા બનાવો નોંધાયા છે.  આવો જ એક બનાવ પશ્ચિમ બંગાળના બરૂઈપુર (૨૪ પરગણા સાઉથ જિલ્લાના) જીબનતલ્લા પોલીસ સ્ટેશનમાં એક પ્રૌઢે પોતાની ૧૪ વર્ષની પુત્રીનું તેના જ ગામનો તોહિદુર રહેમાન નામનો પરિણીત મુસ્લિમ યુવાન બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાની ગત મહિનાની ૭ તારીખે ફરીયાદ નોંધાવી હતી.

    પશ્ચિમ બંગાળમાં લવજેહાદના વધુ પડતા બનાવો બનતા હોય પણ ત્યાંની સરકાર લવજેહાદ મામલે કંઈ ધ્યાન ન આપતી હોવાથી દિલ્હીની મિશન મુક્તિ ફાઉન્ડેશન નામની સંસ્થા કે જે બાળકોના અપહરણ બાબતનું કામ કરે છે. તેણે આ કેઇસ હાથમાં લીધો અને તેઓને તપાસ કરતા જાણવા મળ્યું કે, તોહિદુર જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહે છે. પરંતુ આ સંસ્થા પાસે કાનૂની સતા ન હોવાથી કેન્દ્રની મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયની નેશનલ કમીશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સના ચેરપર્સન પ્રિયંકા કાનંગોએ મુક્તિ ફાઉન્ડેશનને પોતાના પ્રતિનિધિ તરીકે બંગાળ સીઆઇડી પોલીસ સાથે જેતપુર મોકલ્યા હતા. જેમાં ગતરાત્રીના સ્થાનિક પોલીસને સાથે રાખી શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી તોહિદુર મળી આવતા તેની ચુંગાલમાંથી કિશોરીને મુક્ત કરાવી હતી. જેમાં આજે બંનેને કોરોના ટેસ્ટ માટે જેતપુર સરકારી હોસ્પીટલે લાવતા ત્યાં કિશોરી ચૌધર આંસુએ રડતી હતી. આ મુક્તિ સંસ્થાના ડિટેક્ટર વીરેન્દ્રસિંહે જણાવેલ કે તોહિદુરે પ્રથમ કિશોરીને પોતાની ઓળખ હિન્દૂ તરીકે અને પોતાનું રાજ નામ હોવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે યુવક તેણીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો ત્યારે તેણીને ખબર પડી કે, યુવક મુસ્લિમ છે. કિશોરી અહીં કોઈને ઓળખતી ન હોવાથી યુવક જેમ કહે તેમ કરતી યુવક કિશોરીને મુસ્લિમ નામ આપી કુરાન અને નમાઝ પઢવા માટે દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

      જેથી, આખો મામલો લવજેહાદનો નીકળ્યો હતો, હાલ બંગાળ પોલીસ કિશોરીને રાજકોટ સરકારી હોસ્પીટલે શારીરિક પરીક્ષણ માટે લઈ ગઈ છે. અને ત્યાંથી બંગાળ લઈ જશે.

જેતપુર:-સંજયરાજ બારોટ દ્વારા.

error: Content is protected !!