US Elections Result: જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે, ઇલેક્ટોરલ વોટની રેસમાં ટ્રમ્પને પછાડ્યા: રિપોર્ટ પ્રમાણે બેટલગ્રાન્ડ સ્ટેટ પેન્સિલેનિયામાં જીત પછી નક્કી થઈ ગયું છે કે બાઇડેન જ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે.


US Elections Result: જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે, ઇલેક્ટોરલ વોટની રેસમાં ટ્રમ્પને પછાડ્યા

વોશિંગ્ટન જો બાઇડન (Joe Biden)અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે. અમેરિકામાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટોની ગણતરી પૂરી થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી APના મતે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બાઇડને 284 ઇલેક્ટોરલ વોટથી પોતાના હરિફ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump)માત આપી છે. રિપોર્ટ પ્રમાણે બેટલગ્રાન્ડ સ્ટેટ પેન્સિલેનિયામાં જીત પછી નક્કી થઈ ગયું છે કે બાઇડેન જ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનશે.

આ પહેલા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે ચૂંટણી સામે કોર્ટમાં જશે. ટ્રમ્પે ચૂંટણીમાં મોટા પાયે ગરબડીનો આરોપ લગાવ્યો છે. જોકે તે આ આરોપ માટે સાબિતી આપી શક્યા નથી. આવામાં ઘણી સમાચાર ચેનલોએ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સનું લાઇવ પ્રસારણ વચ્ચે જ અટકાવી દીધું હતું. ટ્રમ્પનું પ્રચાર દળ પેન્સિલવેનિયા, મિશિગન, જ્યોર્જિયા અને નેવાડામાં કેસ કર્યો છે.

બીજી તરફ બાઇડને કહ્યુ કે, “આપણને ખબર છે કે આ ચૂંટણી પછી તણાવ વધી શકે છે, જેવું તાજેતરમાં થયું હતું. પરંતુ આપણે શાંત રહેવાની જરૂર છે. ધૈર્ય રાખો. આ પ્રક્રિયાને પૂર્ણ થવા દો. કારણ કે આપણે બધા મતોની ગણતરી કરીએ છીએ.”

તેમણે કહ્યું કે આપણે 24 વર્ષમાં એરિઝોનામાં જીતનારા પ્રથમ ડેમોક્રેટ બનીશું. આપણે 28 વર્ષમાં જ્યોર્જિયામાં જીતનારા પ્રથમ ડેમોક્રેટ હોઈશું. બાઇડને કહ્યુ કે અમેરિકન લોકોએ આપણને કોવિડ, અર્થવ્યવસ્થા, જળવાળું પરિવર્તન અને પરંપરાગત વંશભેદ પર કાર્યવાહી કરવા માટે જનાદેશ આપ્યો છે. બાઇડને કહ્યુ કે દર કલાકે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકાએ પરિવર્તનની પસંદગી કરી છે.

error: Content is protected !!