Halvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ઇસનપુર (ભક્તિનગર) ખાતે આંખના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો.

જેમાં ઇશનપુર, માલણીયાદ, વેગડવાવ, ઈંગોરાળા અને આજુબાજુના ગામોના મોતિયો, વેલ, ઝામર, નાસુર વગેરે આંખની તકલીફો વાળા 140 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા.
જેમાં થી 24 થી વધુ દર્દીઓને મોતિયો પાકી ગયાનું નિદાન થયેલ. અને 9 દર્દીઓને વેલનું નિદાન કરવામાં આવ્યું હતું.

જેમને હળવદમાં સ્ટેશન રોડ હળવદ ખાતે નવી શુભારંભ થઈ રહેલ નિલકંઠ આંખની હોસ્પિટલ ખાતેથી તદ્દન રાહતદરે નેત્રમણિનું ઇન્જેક્શન કે ટાંકા વગરનું ઓપરેશન અત્યંત આધુનિક મશીનથી અનુભવી આંખના સર્જન ડો. રસિક પાટડીયા દ્વારા કરી આપવામાં આવશે.આ કેમ્પમાં ડો. ચિરાગ ગુપ્તા દ્વારા દર્દીઓ ચકાસવામાં આવેલ અને આંખ ની તકલીફ વાળા દર્દીઓને દવાઓ, ટીપાં વગેરે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા.

આ કેમ્પને રણછોડભાઈ દલવાડી, સરપંચ શામજીભાઈ ચૌહાણ, પ્રદીપભાઈ લકુમ અનેં ગામના યુવાનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!