Halvad-Morbi ટીકર ગામ ની બ્રાહ્મણી નદી ના પુલ પર રેતી ભરેલું ડમ્પર ફસાતા જતા ટ્રાફિકજામ સર્જાયો.

તંત્ર ની રહેમદ્રષ્ટિ થઈ ચાલતું ખનીજ ખનન ….વહન… પણ છતું થતા હળવદ પંથક માં  ચકચાર….
હળવદ તાલુકાની બ્રાહ્મણી  નદીમાં સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં રેતી ભરેલું ડમ્પર‌  ટીકર થી માળિયા તરફ જતું હતું બ્રાહ્મણ નદીના પુલ પર ડમ્પર નુ ટાયર  ફસાતા  જેના કારણે  ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે આમ રેતી ભરેલા ડમ્પર  ફસાતા જેના કારણે વાહનચાલકો ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના બ્રાહ્મણી નદીની સફેદ રેતીનો કાળો કારોબાર ઘણા સમયથી ચાલી રહ્યો છે તંત્રને સંતાકૂકડી રમાડીને ભૂમાફિયાઓ રાતોરાત સફેદ રેતીનો કાળો કારોબાર કરીને તગડી રકમ કમાઇ માલામાલ બની જાય છે ત્યારે હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં સફેદ રેતીનું ખનન  વહન ચાલી રહ્યું છે  ટિકર ગામ બ્રાહ્મણી નદી માં દરરોજ મોટી સંખ્યામાં ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો પસાર થાય છે ત્યારે રેતી ભરેલું ડમ્પર હળવદ તાલુકાના ટીકર ગામ ની બ્રાહ્મણી નદી માં થી રેતી ભરી ને માળીયા તરફ જતું હતું ત્યારે ટિકર ગામ નો પુલ જર્જરિત હાલતમાં હોવાથી જેના કારણે રેતી ભરેલું ડમ્પર રોડ પર  ફસાઈ જતા ટાયર ફસાઈ જતા ડમ્ફર નું ટાયર ફૂલ ના છેડા પર ફસાઈ ગયું હતું જેના પગલે ૩ કલાક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ટીકર ગામ ના પુલ પર ૮ થી  ૧૦  જેટલા ડમ્પર રેતી ભરેલા ની લાંબી લાઈન લાગી રહી હતી આમ રેતી ભરેલી ‌ ડમ્પર ફસાઈ જતા જેના પગલે વાહન ચાલકો ખેડૂતોઓ  તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!