Gondal-Rajkot ગોંડલ સબ જેલમાં જડતી સ્ક્વોડે ફરી એક મોબાઇલ ઝડપી પાડ્યો.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ જડતી સ્ક્વોડને થતા સ્ક્વોડે રાત્રિના સમયે જેલમાં દરોડો પાડ્યા હતા. તે દરમિયાન એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.
ગોંડલ સબ જેલમાંથી મોબાઈલ મળી આવ્યોજડતી સ્ક્વોડે રાત્રીના સમયે દરોડો પાડી મોબાઈલ ઝડપી પાડ્યોપોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલમાં થોડા દિવસો પહેલા જડતી સ્ક્વોડે દરોડો પાડી ભોજનની મિજબાની માણતા કેડીઓ અને બહારથી આવેલા તેમના માણસોને ઝડપી પાડી તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે જેલમાં ફરી મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ જડતી સ્ક્વોડને થતા સ્ક્વોડે રાત્રિના સમયે જેલમાં દરોડો પાડી એક મોબાઈલ ઝડપી પાડ્યો હતો.ગોંડલ સબ જેલમાં ઝડતી સ્કોડે ફરી એક મોબાઇલ ઝડપી પાડ્યોગોંડલ સબ જેલમાં ઝડતી સ્કોડે ફરી એક મોબાઇલ ઝડપી પાડ્યોબેરેક નંબર 202ના પાછળના ભાગેથી મોબાઈલ મળી આવ્યોગોંડલની સબ જેલમાં જડતી સ્ક્વોડના હિતેન્દ્ર કુમાર પટેલ, રિઝવાન ગોરી, વિક્રમસિંહ ઠાકોર, કમલેશ ગરૈયા, રણજીત ઠાકોર તેમજ સુરપાલસિંહ સોલંકી સહિતનાઓએ રાત્રિના સમયે દરોડો પાડી તપાસ હાથ ધરતા યાર્ડ નંબર 1, બેરેક નંબર 202 ના પાછળના ભાગે છુપાવી રાખેલો એક મોબાઇલ ઝડપી લીધો હતો અને સિટી પોલીસમાં ઇન્ડિયન પીનકોડ કલમ 188 તથા પ્રિઝન એકટની કલમ 42, 43 અને 45 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!