Jasdan-Rajkot જસદણમાં કોરોના બાદ મરણ પથારીએ પડેલ હીરા ઉદ્યોગમાં તેજીનો કરંટ, રત્નકલાકારો ખુશખુશાલ.

જસદણમાં કોરોના વાયરસની મહામારીના પગલે હીરા ઉદ્યોગ, હલર ઉદ્યોગ, હેન્ડીક્રાફટ, ઈલેક્ટ્રીક આરતી સહિતના ઉદ્યોગો મરણ પથારીએ પડ્યા હતા. જેના કારણે રત્નકલાકારો સહિતના કારીગરો આર્થિક મુશ્કેલીઓમાં પડી ગયા હતા. જોકે જસદણમાં મોટાપાયે હીરા ઉદ્યોગ હોવાથી હજારો રત્નકલાકારોને રોજી રોટી મળતી બંધ થઈ ગઈ હતી અને ક્યારે ફરી હીરા ઉદ્યોગ ધમધમતો થશે તેની રાહ જોઈ બેઠા હતા. ત્યારે હવે દિવાળી નજીક આવતા જસદણમાં કોરો કાળમાં મરણ પથારીમાં પડેલ હિરા ઉદ્યોગમાં ફરી તેજીનો કરંટ આવતાં કારખાનાઓ રાતપાળી પણ ધમધમતા થયાં છે. જેને જોતા એવું લાગી રહ્યું છે કે હીરાના કારખાનેદારો અને રત્નકલાકારોને દીપાવલી તેજમય બનશે તેવા એંધાણ હાલ જોવા મળી રહ્યા છે. જસદણમાં ફરી હીરા ઉદ્યોગ ધમધમતો થતા રત્નકલાકારોમાં ખુશાલી જોવા મળી રહી છે અને આ વર્ષે હવે દિવાળી સુધરશે તેવી નવી આશાઓ રત્નકલાકારોમાં સેવાઈ રહી છે.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!