Gondal-Rajkot ગોંડલ માં સુન્ની મુસ્લિમ યંગ કમીટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:બ્લડ ડોનેટ કેમ્પમાં ૨૦૫ બોટલ રક્ત દાન થયું.

ગોંડલમાં સુન્ની મુસ્લિમ યંગ કમીટી તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમિટી નાં સયુંકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન ગત તા.૨૫ના રોજ ઘાંચી જમાત ખાના ખાતે કરવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યામાં રક્તદાન થયેલ હતું

કોરોના ની મહામારી ને લઈને બ્લડ ની જરૂરિયાત દર્દીઓને સમયસર પહોંચી વળવા માટે સૌપ્રથમ વાર સુન્ની મુસ્લિમ યંગ કમીટી ના પ્રમુખ આમદભાઈ ચૌહાણ, તથા સુન્ની મુસ્લિમ શહિદે કરબલા કમીટી નાં પ્રમુખ રજાકભાઈ કથરોટીયા,(ધમાભાઈ)નાં નેજા હેઠળ તા ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવારનાં રોજ સવારે ૧૦:૦૦થી સાંજના ૪:૦૦ કલાક સુધી મોવિયા રોડ ઘાંચી જમાત ખાના ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયો હતો

જેમાં હિન્દુ-મુસ્લિમ બિરદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને બ્લડ ડોનેટ કરીને કોરોના ની મહામારી ને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન નું પાલન કરીને બ્લડ ડોનેશન કેમ્પ મોવિયા રોડ ઘાંચી જમાત ખાન ખાતે યોજાયો હતો જેમાં હિંદુ-મુસ્લિમ બિરાદરો એ ૨૦૫ બોટલ રક્તદાન કર્યું હતું આ રક્તદાન કેમ્પમાં પી.ડી.યુ સરકારી મેડિકલ કોલેજ રાજકોટ એ સેવા આપી હતી આ રકતદાન કેમ્પમાં ધારાસભ્ય નો પુત્ર જ્યોતિરાદીત્યસિંહ જાડેજા(ગણેશભાઈ) પાલિકા પ્રમુખ અશોક પીપળીયા, અનિલભાઈ માધડ વૉટર વર્ક્સ ચેરમેન, સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ હાજી સલીમભાઈ ચૌહાણ,ઋષિકેશ પંડયા(સૌરાષ્ટ્ર સમય તંત્રીશ્રી)ફજલ માંડવિયા, આસિફ ભાઈ ઝકરિયા, મુસ્લિમ અગ્રણી ગફારભાઈ ચૌહાણ, ફારૂખભાઈ મેમણ, ફતેમોહમદભાઈ નૂરસુમાર,દિનેશભાઈ માધડ,નાનુભાઈ, મિઠુંબાપુ, જુશબ ભાઈ ગામોટ, બાદલભાઈ બેલીમ,અબ્બાશ ભાઈ સિદીકોટ સહિતના અગ્રણી ઓ ની ઉપસ્થિતમાં બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો હતો


આ કેમ્પને સફળ બનાવવા માટે કમિટીના સભ્યો પત્રકાર અફઝલ પરિયાટ,જાહિદ સાવણ,આસિફબાપુ કાદરી,બાશીર શેખા. મેમણ જમાત સેક્રેટરી, બશિરબાપુ કાજી,ઉમરભાઈ કુરેશી સહિતના કમિટીના સભ્યો જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!