Upleta-Rajkot ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા વિજયા દશમીના પાવન પર્વ નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.


વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય અને આજના દિવસે એવું પણ કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને વિધિવત તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી તેમજ વિજયા દશમીએ જગત જનની મા જગદંબા દ્વારા આજના જ દિવસે મહિષાસુર નામના રાક્ષસનો પણ વધ કરવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ ભગવાન શ્રીરામ દ્વારા આજના દિવસે રાવણ નામના રાક્ષસનો પણ સહાર કરવામાં આવ્યો હતો ત્યારે આ વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઉપલેટા ખાતે વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી પરંપરાગત વિધિવત શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

આજના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા જગત જનની મા જગદંબાને એ પણ પ્રાર્થના કરવામાં આવી છે કે સમગ્ર વિશ્વમાં કોરોના નામનો વાયરસ ફેલાય રહ્યો છે તે વાયરસનો પણ નાશ થાય અને સમગ્ર વિશ્વને કોરોના વાયસરની મહામારી માંથી તારે તેવી જગત જનની જગદંબા માતાજીને આજના દિવસે પ્રાર્થના પણ કરવામાં આવી છે.

ઉપલેટા:-આશિષ લાલકીયા દ્વારા.

error: Content is protected !!