Jasdan-Rajkot ડોલરના બદલે કોરા કાગળો પધરાવી દેનાર બે આરોપીને જસદણ પોલીસે ઝડપી લીધા.

ગોંડલના વ્યક્તિ પાસેથી 100 ના 50 ડોલર આપવાના બદલે રૂ.1 ના ડોલરની 2 નોટ આપી બીજા ડોલરની સાઈઝના કોરા કાગળો પધરાવી રૂ.1,20,000 પડાવી લીધા.

ડોલર લેવા માટે ફરીયાદીને ચોટીલા બોલાવી જબલામાં ઉપર નીચે રૂ.1 ના ડોલરની થપ્પી આપી આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.

ગોંડલના વ્યક્તિ પાસેથી 100 ના 50 ડોલર આપવાના બદલે રૂ.1 ના ડોલરની 2 નોટ આપી બીજા ડોલરની સાઈઝના કોરા કાગળો પધરાવી રૂ.1,20,000 પડાવી લીધાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ હતી. જોકે આ બનાવમાં જસદણ પોલીસે બે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, આ બનાવમાં ભોગબનનાર હિતેશ બટુકભાઈ કોબીયા(ઉ.વ.23)(રહે- ગોંડલ, ભગવતપરા) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત વર્ષ 2019 ના ત્રીજા મહિનામાં હું ગોંડલથી જસદણ મારા બહેનના ઘરે મારું બાઈક લઈને આવતો હતો અને મારું બાઈક લઈને આંટો મારતો હતો. ત્યારે મારું બાઈક બંધ પડતા હું ગઢડીયા રોડ ઉપર એક ગેરેજમાં ગયેલ અને મારું બાઈક રીપેર કરાવતો હતો. તે દરમિયાન ત્યાં કોઈ બે માણસો વાતો કરતા હતા કે ડોલર મારે વહેંચવા છે. જેથી મેં તેને કહેલ કે મારે ડોલર લેવા છે. તમારો મોબાઈલ નંબર આપો જેથી મને એક ભાઈએ મોબાઈલ નંબર <a href=”tel:7046658520″>7046658520 આપેલ. બાદમાં હું ગોંડલ જતો રહ્યો હતો. આ અંગે મારા કાકાના દીકરા ધર્મેશભાઈને ઉપરોકત વાત કરેલ. જેથી મારા કાકાના દીકરાએ ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપર મારા ફોન નંબર 8160878739 થી વાત કરતા ઉપરોક્ત નંબર વાળાએ પોતાનું નામ વિનુભાઈ ઉર્ફે ટપુભાઈ રવજીભાઈ (રહે-મોટા હડમતીયા) વાળો હોવાનું જણાવી પોતાની પાસે ડોલર છે એમ જણાવેલ. ત્યારબાદ મેં કહેલ કે મને ડોલર બતાવો તો મોબાઈલ નંબર 8469142209 ઉપરથી મને ડોલરનો વિડીયો મોકલેલ. આ મોબાઈલ નંબરમાં રાજુભાઈ કોળી ટરૂકોલરમાં લખાયેલું હતું. પરંતુ આ વિડીયો મારાથી ડીલીટ થઈ ગયેલ હોય હાલ મારી પાસે ડોલરનો વિડીયો નથી. બાદ ઉપરોક્ત મોબાઈલ નંબર <a href=”tel:7046658520″>7046658520 ઉપર અમારે અવારનવાર વાત થયેલ અને અમારે 100 ના ડોલરની 50 નોટનું રૂપિયા 1,20,000 માં નક્કી થયેલ. બાદમાં અમોને વિનુભાઈએ ચોટીલા આવો તેમ કહેલ અને અમો ચોટીલા પહોંચીને ઉપરોક્ત મોબાઈલ નંબર ઉપર વાત કરતા અમોને ચોટીલામાં જસદણ રોડ ઉપર બોલાવીને 100 ના ડોલરની 50 નોટ બતાવેલ અને થોડેક આગળ લઈ જઈ અમારી પાસેથી રૂ.1,20,000 લીધેલ અને અમોને એક જબલું આપી આમાં ડોલર છે તેમ કહી તેઓ નીકળી ગયેલ.

અમોએ ત્યાંજ થોડીવાર પછી જબલું ચકે કરતા આ જબલામાં એક રૂપિયાના ડોલરની થપ્પી હતી. જે જોતા ઉપરની અને નીચેની જ ડોલર હતી. વચ્ચે કોરા કાગળની ડોલરના નોટની સાઈઝની થપ્પી હતી. આ લોકો જે ડોલર દેવા આવ્યા હતા તેણે પોતાનું નામ હીરાભાઈ ઉર્ફે અમૃતભાઈ જણાવેલ અને તેની સાથેનો ઘુઘાભાઈ ઢોકળવા વાળો હોવાનું જણાવેલ હતું. બાદમાં આ લોકોની પાછળ જતા તે ક્યાંય મળી આવેલ ન હતા. તેઓના મોબાઈલ નંબર ઉપર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવેલ. અમે અમારી રીતે આ લોકોની તપાસ કરેલ પરંતુ ક્યાંય મળેલ ન હતા. બાદમાં અમોને બીક લાગેલ હોય જેથી આજદિન સુધી ફરિયાદ કરેલ ન હતી. પરંતુ હાલ જસદણ પોલીસ સ્ટેશનમાં આવા આરોપી પકડાયેલ હોવાનું જાણવા મળતા જસદણ પોલીસ સ્ટેશને આવીને જોતા જેમાં એક માણસ જેણે પોતાનું નામ અમૃતભાઈ બતાવેલ હતું તેજ હતો. જેથી અમો ફરિયાદ કરવા આવેલ છીએ. તો ઉપર લખાવેલ મોબાઈલ નંબર વાળા તથા વિનુ અને ઘુઘોએ અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી 100 ના ડોલરના બદલે રૂ.1 ના ડોલરની 2 નોટ આપી બીજા ડોલરની સાઈઝના કોરા કાગળો આપી અમારી પાસેથી રૂ.1,20,000 લઈ જતા વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ હોવાથી ધોરણસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે જસદણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.ટી.પરમાર સહિતના સ્ટાફે ઘુઘાભાઈ અને હીરાભાઈ ઉર્ફે અમૃતભાઈ નામના બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!