Halvad-Morbi રોટરી કલબ ઓફ હળવદ દ્વારા વિનામૂલ્યે કુત્રિમ હાથ ફિટિંગ કેમ્પનું આયોજન.

રોટરી કલબ ઓફ જામનગર (મેઈન)ના સહકારથી તેમજ એલેન મેડોઝ પ્રોસ્થેટિક હેન્ડ ફાઉન્ડેશન (યુ.એસ.એ.) ના આર્થિક સહયોગથી તા:૧/૧૧/૨૦ ને રવિવારે બપોરે ૪ કલાકે શરણેશ્વર મહાદેવ મંદિર, હળવદ ખાતે રોટરી કલબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગુજરાતના કોઈપણ જિલ્લા કે તાલુકાના દિવ્યાંગોને અમેરિકન બનાવટ નો એલ.એન.4 કુત્રિમ હાથ ફિટ કરી આપવામાં આવશે.

જેમણે કોઈપણ પ્રકારે અકસ્માતમાં કાંડુ કે હાથ ગુમાવ્યું હોય તેવી વ્યક્તિ માટે આ મદદ નો હાથ તરીકે સાર્થક થાય છે અને આશિર્વાદરૂપ સાબિત થાય છે.

આ હાથ ફક્ત દેખાવ પુરતોજ નહિ પરંતુ મોટા ભાગના રોજિંદા દૈનિક કાર્યો આશાની કરી શકાય તેવો તેમજ ખુબજ ઉપયોગી પુરવાર થયેલ છે.

આ હાથ લગાવ્યા પછી નાના મોટા સહેલાઈથી કરી શકાય છે.
કામો જેવા કે …
પેન પકડી લખી શકાય છે.
ડ્રોઈંગ કરી શકાય છે.
ચમચી પકડી જમી શકાય છે
મગ કે કપ પકડી પીણું પી શકાય છે.
સ્ટિયરિંગ પકડી કાર, સ્કૂટર, સાયકલ જેવા વાહન ચલાવી શકાય છે.
પાંચ કિલો સુધીનું વજન ઉચકી શકાય છે.
શાક સુધારી શકાય છે.
બ્રશ કરી શકાય છે. માથું ઓળી શકાય છે. ખજવાળી શકાય છે.

આવા અનેકવિધ રોજિંદા અને દૈનિક કામોમાં આ હાથથી મહત્તમ કામ કરી શકાય છે.
નોંધઃ કોણીથી નીચે 4 થી 5 ઇંચ હાથ હોવો જરૂરી છે.
નામ નોંધણી ફરજીયાત છે જેની છેલ્લી તારીખ ૩૦/૧૦/૨૦ છે.
સંપર્ક:
રાજેન્દ્રસિંહ રાણા
પ્રેસિડેન્ટ, રોટરી ઓફ હળવદ


૯૪૨૯૧ ૧૧૧૧૧

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા

error: Content is protected !!