Halvad-Morbi રોટરી અને રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા ટ્રેકટરની ટ્રોલી પાછળ રેડિયમ સ્ટીકર લગાવવામાં આવ્યાં.

ખેતીવાડીમાં ઉપયોગ થતા મોટાભાગના ટ્રેક્ટરો ની પાછળ માલ ભરવામાં ઉપયોગ કરવામાં આવતી લોખંડની લારીમાં લાઈટો, રીફલેક્ટરસ કે રેડિયમ લગાવેલ હોતી નથી.
જેના હિસાબે રોડ કે હાઈવે ઉપર ચાલતી વખતે કે ક્યાંય ઉભી રાખેલ ટ્રોલીની પાછળ પુરપાટ આવતા વાહન ચાલકને રાતના અંધારામાં આવું વાહન દેખાતું નથી કે જલ્દી ધ્યાને નહિ આવતાં અકસ્માત થવાનો ભય અને શકયતા રહેતી હોય છે.


હાલમાં વિવિધ પાકની લલણી થતા ખેડૂતો તેમનો માલ ટ્રોલીમાં ભરીને માર્કેટયાર્ડ માં સિઝન દરમિયાન રાતના સમયે લઈને આવતા હોય છે.
ત્યારે રોટરેક્ટરો દ્વારા આવા રીફલેક્ટર કે લાઈટ વગરની ટ્રોલી પાછળ સ્ટીકર લગાવીને સલામતી માટેનો 2 દિવસીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

જેનું ડોનેશન વિશ્વરાજસિંહ એ. જાડેજા, આશાપુરા ઓટો કન્સલ્ટ તરફથી આપવામાં આવ્યું હતું.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!