Halvad-Morbi રોટરી કલબ ઓફ હળવદે નવરાત્રી નિમિત્તે ગરબાવલી પુસ્તક વિતરણ કરવામાં આવ્યું.


નવરાત્રી દરમિયાન હિંદુ ધર્મમાં મોટાભાગના ઘરોમાં, માતાજીના મંદિરોમાં, મઢમાં, શેરીઓમાં, મહોલ્લામાં, સોસાયટીઓમાં, ગ્રામ્ય અને શહેરની ગરબી મંડળોમાં નવરાત્રનો પાવન પર્વ બાળકોથી લઈને વડીલો દ્વારા ખુબજ શ્રદ્ધા અને ભાવ સાથે રંગેચંગે ઉજવાતો હોય છે.

જગદંબાની તેમજ કુલના દેવી કુળદેવીમાં ની અસીમ કૃપા અને રાજીપો મેળવવા, આશીર્વાદ મેળવવા અને શક્તિ પ્રાપ્તિ કરવા ગરબા એ ખુબજ સરળ માધ્યમ અને સહેલું સાધન છે.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા જુના, પ્રાચીન, પરંપરાગત, સાંભળેલા, સહેલા, અને હર કોઈ રાગ ઢાળથી ગાયિ શકે એવા માતાજીના ગરબાનું, આરતી, સ્તુતિ, થાળ સહિત નું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું હતું.જેને RCC સિનિયર સીટીઝન કલબ ઓફ હળવદના સભ્યો દ્વારા શહેરની તેમજ ગ્રામ્યની ગરબીઓ,મંદિરોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ 1000 નંગ બુકનું લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.ગરબા સંકલન નરેશભાઈ રાવલ દ્વારા અને મેહુલભાઈ ગઢવીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુદ્રણ અને ટાઈપિંગ નીલકંઠ ગ્રાફિક્સ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટનું ડોનેશન
યુનિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ હળવદ, ક્રિષ્ના બ્રાન્ડ શોરૂમ, દીક્ષિત લેબોરેટરી અને રાકેશભાઈ ડાંગર તરફથી આપવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટને રોટરી પ્રેસિડેન્ટ રાજેન્દ્રસિંહ રાણાએ સફળ બનાવ્યો હતો.

હળવદ:-રમેશ ઠાકોર દ્વારા.

error: Content is protected !!