Jasdan-Rajkot જસદણમાં પાણીના સંપ પર સી.સી.ટી.વી. કેમેરા ગોઠવી જાળી ફીટ કરી સુરક્ષાથી સજ્જ કરવાની માંગ સાથે પાલિકાના સદસ્યોએ જ પાલિકાને આવેદનપત્ર આપ્યું.

જસદણ તાલુકાના બાખલવડ ગામે આવેલ આલણસાગર ડેમમાંથી જસદણ શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી સ્ટોરેજ માટેના બાખલવડ સહિત જસદણ ખાતેના સંપમાં બધી જગ્યાએ જર્જરીત બારી બારણા થઈ ગયા છે. જેનુ કોઈ ધણી પણ ન થતુ હોય જેથી જળ(પાણી) દ્દુષિત થવાની સંભાવના સેવાઈ રહી છે. જેને ધ્યાને લઈ જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા સ્ટાફને કડક સુચના આપવામાં આવે અને જો સ્ટાફ કામ ના કરે તો સ્ટાફ ફેરબદલી કરવામાં આવે જર્જરીત બારી-બારણા રીપેરીંગ કરી તમામ સંપની ટાંકીઓ ફરતે ગ્રીલ-જાળી ફીટ કરી તળાવ સહિત શહેરના તમામ સંપે સી.સી.ટી.વી. કેમેરા ફિટ કરી સુરક્ષીત કરી શહેરને રોજબરોજ પીવાનું શુધ્ધ પાણી મળે તેવી માંગ સાથે જસદણ નગરપાલિકાના સદસ્યોએ ચીફ ઓફીસર, પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સહિતનાઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ તકે જસદણ નગરપાલિકાના જાગૃત સદસ્ય નરેશભાઈ ચોહલીયા, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયા તેમજ યુવા ભાજપ અગ્રણી અરૂણભાઈ વઘાસીયા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ અંગે વધુમાં જસદણ નગરપાલિકાના જાગૃત સદસ્ય નરેશભાઈ ચોહલીયા તેમજ પુર્વ કારોબારી ચેરમેન બીજલભાઈ ભેસજાળીયાએ જણાવ્યું હતું કે, દરેક પાણીના સંપમાં સી.સી.ટી.વી. કેમેરા ફીટ કરવાથી બેદરકાર કર્મચારીઓ કે કોઈ આવારાતત્વો અવરજવર કરે છે કે કેમ અને મોટર સહિત કોઈ ઈલેક્ટ્રીક વસ્તુને નુકસાન કરે તો તુરંત તેને પકડી શકાશે તેમજ તેના પર ધોરણસરની કાર્યવાહી થઈ શક્શે.
જો આ રજૂઆતને યોગ્ય સમજી વેહલી તકે નીરાકરણ નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

જસદણ:-પિયુષ વાજા દ્વારા.

error: Content is protected !!